03 May, 2026 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરણ જોહર
મેટ ગાલા ૨૦૨૬ની ઇવેન્ટ ચોથી મેએ ન્યુ યૉર્કમાં યોજાવાની છે ત્યારે રિપોર્ટ્સ મુજબ ફિલ્મમેકર કરણ જોહર આ વર્ષે મેટ ગાલામાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. ગયા વર્ષે શાહરુખે ડિઝાઇનર સબ્યસાચીના ઑલ-બ્લૅક આઉટફિટમાં મેટ ગાલામાં ડેબ્યુ કર્યું હતું. મેટ ગાલા દર વર્ષે મે મહિનાના પ્રથમ સોમવારે યોજાય છે અને એની ગણતરી વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત અને ગ્લૅમરસ ફૅશન-ઇવેન્ટ તરીકે થાય છે. ન્યુ યૉર્કના મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑફ આર્ટના કૉસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટ માટે ફન્ડ ભેગું કરવા યોજાતી આ ઇવેન્ટમાં મહેમાનો વર્ષની થીમ મુજબ પોતાની સૌથી અનોખી ફૅશન-સ્ટાઇલનું પ્રદર્શન કરે છે. મેટ ગાલાને ફૅશનની બિગેસ્ટ નાઇટ ગણવામાં આવે છે.