કૃપા કરીને સુરક્ષિત રહો, સૂચના મુજબ ઘરમાં જ રહો અને શાંતિ જાળવો

04 March, 2026 11:20 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

વિવેક ઑબેરૉયે અમેરિકા અને ઈરાન તનાવ વચ્ચે UAEમાં રહેતા લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી 

વિવેક ઑબેરૉય

વિવેક ઑબેરૉય છેલ્લા કેટલાક સમયથી દુબઈમાં પરિવાર સાથે નિવાસ કરે છે. હાલમાં અમેરિકા–ઈરાન તનાવ વચ્ચે તેણે UAEમાં રહેતા લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. સાથે જ ગભરાટ ફેલાવતી અફવાઓ ન ફેલાવવા જણાવીને UAE સત્તાધીશોનાં પણ વખાણ કર્યાં છે. વિવેકે પોતાના સંદેશમાં લખ્યું છે...

‘UAEમાં રહેલા મારા એક્સટેન્ડેડ પરિવાર માટે... હું જાણું છું કે હાલની હેડલાઇન્સ ભારે લાગી શકે છે પરંતુ યાદ રાખો કે આ ધરતીના પાયામાં શાંતિ, સહનશીલતા અને એકતા જેવી અદ્ભુત ભાવના સમાયેલી છે. આપણે ભલે ૨૦૦થી વધુ દેશોમાંથી આવ્યા હોઈએ, છતાં અહીં આપણે સૌ એક મોટા પરિવારની જેમ એકબીજાની કાળજી રાખતા અદ્ભુત સમુદાયનો ભાગ છીએ. હું યુનાઇટેડ આરબ એમિરેટ્સની સરકારના અસાધારણ નેતૃત્વને અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ આર્મ્ડ ફોર્સના સમર્પિત જવાનોને સલામ કરું છું. તેમની નિર્ભયતા અને અવિરત રક્ષા દરેક નિવાસીને સુરક્ષિત રાખે છે. સાથે જ નૅશનલ ઇમર્જન્સી ક્રાઇસિસ ઍન્ડ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી દ્વારા આપવામાં આવતી સમયસર ચેતવણીઓ અમારી તૈયારી માટે સૌથી મોટું સાધન છે.’

કૃપા કરીને સુરક્ષિત રહો, સૂચના મુજબ ઘરમાં જ રહો અને શાંતિ જાળવો. ભારતમાં રહેલા મારા પોતાના લોકોને કહેવું છે કે આપણે સૌને પોતાની પ્રાર્થનાઓમાં યાદ રાખીએ. ગભરાટ ફેલાવવાનું માધ્યમ ન બનો. સત્ય માહિતી માટે વિશ્વસનીય સ્રોતો પર જ વિશ્વાસ રાખો. અફવાઓ કરતાં સહાનુભૂતિને પસંદ કરો. સત્ય હંમેશાં આપણું સૌથી મજબૂત કવચ રહેશે. એમિરેટ્સના દરેક ઘરમાં શાંતિ અને પ્રકાશની કામના.’

vivek oberoi dubai iran iraq united states of america united arab emirates india entertainment news bollywood bollywood news