✕

કરીના કપૂરના ચૅટ-શોમાં ગેસ્ટ બની મીરા કપૂર

01 October, 2026 08:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્સ-બૉયફ્રેન્ડ શાહિદ કપૂરની વાઇફ સાથે બેબો અલગ-અલગ મુદ્દાઓની ચર્ચા કરતી જોવા મળશે

કરીનાએ મીરા કપૂર સાથેની તસવીર શૅર કરીને કૅપ્શનમાં લખ્યું હતું કે ‘આજે શોમાં લવલી મીરા કપૂર આવી છે.’

કરીના કપૂર અને તેના ઍક્સ-બૉયફ્રેન્ડ શાહિદ કપૂરની પત્ની મીરા કપૂર એકસાથે બેસીને વાતચીત કરતાં જોવાં મળશે. હકીકતમાં કરીના ફરી એક વાર પોતાના સુપરહિટ શો ‘વૉટ વિમેન વૉન્ટ’ સાથે પરત ફરી રહી છે, જેમાં તેના મહેમાનોમાં મીરા કપૂરનું નામ પણ સામેલ છે. મીરા કપૂર સાથેના શોની એક ઝલક ખુદ કરીનાએ શૅર કરી છે.

કરીનાએ મીરા કપૂર સાથેની તસવીર શૅર કરીને કૅપ્શનમાં લખ્યું હતું કે ‘આજે શોમાં લવલી મીરા કપૂર આવી છે.’

મીરાએ પણ સોશ્યલ મીડિયામાં શોની અનેક તસવીરો શૅર કરી હતી અને કરીનાનો આભાર માનતાં કૅપ્શન લખી હતી કે ‘મને તક આપવા અને તમે જેવાં છો એવાં જ મારી સાથે રહેવા બદલ તમારો આભાર.’

કરીનાની મીરા કપૂરના પતિ શાહિદ કપૂર વચ્ચે અગાઉ રિલેશનશિપ રહી ચૂકી છે એ વાત કોઈનાથી છુપાયેલી નથી. બન્નેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યાં હતાં. આવી સ્થિતિમાં કરીના અને મીરાને પહેલી વાર એકસાથે જોતાં ચાહકો ઉત્સાહમાં આવી ગયા છે.

kareena kapoor mira rajput shahid kapoor entertainment news bollywood bollywood news bollywood gossips