ઝિંદા બંદા પર ડાન્સ માટે શાહરુખ ખાનને આમંત્રિત કર્યો મોહનલાલે

24 April, 2024 05:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે કિંગ ખાનને ડિનરની સાથે બ્રેકફાસ્ટ માટે પણ રોકાવા કહ્યું

શાહરુખ ખાન અને મોહનલાલની તસવીર

શાહરુખ ખાનના ગીત ‘ઝિંદા બંદા’ પર તેની સાથે ડાન્સ કરવા માટે મોહનલાલે તેને આમંત્રિત કર્યો છે. ‘જવાન’ના ગીત પર મોહનલાલે કોચીમાં એક અવૉર્ડ ફંક્શનમાં ડાન્સ કર્યો હતો. આ વિડિયો વાઇરલ થઈ ગયો છે. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શાહરુખે કૅપ્શન આપી હતી કે ‘મોહનલાલસર, આ ગીતને મારા માટે હવે એકદમ સ્પેશ્યલ બનાવવા માટે તમારો આભાર. કાશ મેં તમે જેટલો સારો ડાન્સ કર્યો છે એનાથી અડધો પણ સારો ડાન્સ કર્યો હોત. તમને ખૂબ જ પ્રેમ કરું છું અને ઘરે તમારી સાથે ડિનર કરવા માટેની રાહ જોઈ રહ્યો છું. તમે ઓરિજિનલ ઝિંદા બંદા છો.’
મોહનલાલે જવાબ આપતાં કહ્યું કે ‘ડિયર શાહરુખ ખાન, તારા જેવો ડાન્સ કોઈ ન કરી શકે. તારી ઓરિજિનલ ક્લાસિક સ્ટાઇલમાં તું હંમેશાં ઓરિજિનલ ‘ઝિંદા બંદા’ રહેશે. તારા ખૂબ જ સારા શબ્દો માટે આભાર. ફક્ત ડિનર? આપણે ડિનરની સાથે બ્રેકફાસ્ટમાં પણ ઝિંદા બંદા પર ડાન્સ કરીશું.’ મોહનલાલને જવાબ આપતાં શાહરુખ ખાને કહ્યું કે પાકું સર, તમારા ઘરે કે મારા?

entertainment news bollywood buzz bollywood news bollywood Shah Rukh Khan