મારી ફી સાથે પ્રોડ્યુસર્સ સહમત ન હોવાથી ‘ગોલમાલ’ ફ્રૅન્ચાઇઝીમાં હું કામ નથી કરતો : શર્મન જોષી

29 November, 2022 04:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગોલમાલ’માં શર્મન લક્ષ્મણના રોલમાં દેખાયો હતો

શર્મન જોષી

શર્મન જોષીએ જણાવ્યું કે મારી ફી સાથે પ્રોડ્યુસર્સ સહમત ન હોવાથી હું ‘ગોલમાલ’ની ફ્રૅન્ચાઇઝીમાં કામ નથી કરતો. તાજેતરમાં રોહિત શેટ્ટીએ જણાવ્યું કે જલદી જ ‘ગોલમાલ’ની આગામી સિરીઝ પર કામ કરવામાં આવશે. ‘ગોલમાલ’ને લઈને લોકોમાં હંમેશાં તાલાવેલી હોય છે. ‘ગોલમાલ’માં શર્મન લક્ષ્મણના રોલમાં દેખાયો હતો. ત્યાર બાદ તે નહોતો દેખાયો. એ વિશે પૂછવામાં આવતાં શર્મને કહ્યું કે ‘મારા મૅનેજમેન્ટ ટીમે સારી રીતે ચર્ચા નહોતી કરી. હા, ફી પણ એક મુદ્દો હતો. પ્રોડ્યુસર્સને મારી ફી યોગ્ય નહોતી લાગી. મને એ વિશે જાણ જ નહોતી. મને જ્યારે એ વિશેની જાણ થઈ ત્યારે મેં અને મારા મૅનેજરે તેમની સાથે વાત કરી હતી. અમને બન્નેને લાગ્યું કે જો સ્ક્રિપ્ટ ગમશે તો પૈસાને લઈને ફિલ્મ છોડીશ નહીં. આ એક જ પ્રોજેક્ટ હતો જેમાં અમે સાથે કામ ન કરી શક્યા. જોકે અમે સાથે કામ કરીશું. આશા છે કે આગામી ફ્રૅન્ચાઇઝીમાં હું કામ કરીશ. લક્ષ્મણના રોલની જ વાત હોય તો એમાં અન્ય લક્ષ્મણ પણ રહેશે. હું ત્રીજો લક્ષ્મણ હોઈશ.’

entertainment news bollywood news bollywood gossips bollywood sharman joshi golmaal