02 March, 2026 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
હાલમાં ‘ઇન્ડિયન સુપર ગેમિંગ લીગ’ની ઇવેન્ટ દરમ્યાન રણબીર કપૂર અને ફોટોગ્રાફર્સ વચ્ચે નાનો ઝઘડો થતાં-થતાં અટકી ગયો હતો.
તસવીર : શાદાબ ખાન
આ ઇવેન્ટમાં રણબીરને જોઈને ફોટોગ્રાફર્સે તેને ક્લિક કરવા માટે પડાપડી કરી મૂકી અને એક તબક્કે એની અત્યંત નજીક આવી ગયા. આ ઇવેન્ટના વિડિયોમાં જોવા મળે છે કે ફોટોગ્રાફર્સથી અકળાઈને રણબીર ફોટોગ્રાફરને કહી બેઠો હતો કે ‘કૅમેરા મુંહ કે અંદર ક્યૂં લા રહા હૈ?’ જોકે તેની આ કમેન્ટ સાંભળીને ફોટોગ્રાફર હસી પડ્યો અને રણબીર પણ સ્મિત કરીને આગળ વધી ગયો.