12 May, 2026 01:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મૌની રૉય અને સૂરજ નામ્બિયારે જાન્યુઆરી ૨૦૨૨માં ગોવા ખાતે લગ્ન કર્યા હતા
સેલિબ્રિટીઓના સંબંધોને લઈને વહેતી થતી અટકળો ઘણીવાર ઝડપથી વેગ પકડે છે, અને હવે તાજેતરના અહેવાલોએ બોલિવૂડ (Bollywood) અને ટીવી (Television)ની અભિનેત્રી મૌની રૉય (Mouni Roy) અને તેના પતિ સૂરજ નામ્બિયાર (Suraj Nambiar)ને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે. સોશિયલ મીડિયા પરથી અભિનેત્રીએ તેના પતિ સાથેના ફોટા હટાવી દીધા છે અને આ દંપતીએ ડિજિટલ રીતે એકબીજાથી અંતર બનાવી લીધું હોવાનું જણાયા બાદ આ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેઓ એકબીજાથી અલગ થઈ ગયા છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. પરંતુ ચાહકો તેમના લગ્નજીવનમાં બધું બરાબર (Mouni Roy and husband Suraj Nambiar separation) છે કે નહીં તેવા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
અભિનેત્રી મૌની રોયે વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ ૨૭ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ ગોવા (Goa) ખાતે એક ડેસ્ટિનેશન વેડિંગમાં ઉદ્યોગપતિ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા. જોકે, હવે આ બંનેએ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એકબીજાને અનફોલો કર્યા હોવાના અહેવાલો વહેતા થયા છે, જેના કારણે તેમના સુખી લગ્નજીવનમાં મુશ્કેલી હોવાની અને તેમના અલગ થવાની અટકળોએ જોર પકડ્યું છે.
આ દંપતી અવારનવાર સોશિયલ મીડિયા (Social Media) પર એકબીજા સાથેના રોમેન્ટિક ફોટા શેર કરતું હતું, પરંતુ મૌનીએ પતિ સૂરજ સાથેની છેલ્લી પોસ્ટ વર્ષ ૨૦૨૪માં શેર કરી હતી. ત્યારપછી તેણે સૂરજ સાથેનો એક પણ ફોટો શેર કર્યો નથી, જેના કારણે તેમના અલગ થવાની અફવાઓને વધુ વેગ મળ્યો છે.
મૌનીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સૂરજ સાથેના લગ્નના ફોટા સહિત માત્ર ગણતરીના ફોટા જ રાખ્યા છે અને લગ્ન સંબંધિત અન્ય પોસ્ટ ડિલીટ કરી દીધી હોય તેમ જણાય છે. બીજી તરફ, સૂરજે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી મૌની સાથેના તમામ ફોટા હટાવી દીધા છે.
સૂરજ નામ્બિયાર દુબઈ (Dubai)માં સ્થિત એક ઉદ્યોગપતિ અને ઇન્વેસ્ટમેન્ટ બેંકર છે અને તે બેંગલુરુ (Bengaluru)ના જૈન પરિવારમાંથી આવે છે. બીજી તરફ, મૌની રૉય એક અભિનેત્રી અને ઉદ્યોગસાહસિક છે.
આ દંપતીએ જાન્યુઆરી ૨૦૨૨માં ગોવા ખાતે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન કેન્ડોલિમના હિલ્ટન ગોવા રિસોર્ટ (Hilton Goa Resort in Candolim)માં યોજાયા હતા, જેમાં મલયાલી અને બંગાળી એમ બંને પરંપરાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. લગ્ન સમારોહની શરૂઆત મલયાલી વિધિઓ સાથે થઈ હતી અને ત્યારબાદ તે જ દિવસે મોડેથી બંગાળી વિધિ મુજબ લગ્ન સંપન્ન થયા હતા. જેમાં ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ હાજરી આપી હતી.
મૌની રૉય હાલમાં તેની આગામી ફિલ્મ `હૈ જવાની તો ઈશ્ક હોના હૈ` (Hai Jawani Toh Ishq Hona Hai)ની રિલીઝની રાહ જોઈ રહી છે. આ ફિલ્મમાં વરુણ ધવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત ફિલ્મમાં મનીષ પોલ, રાકેશ બેદી, ચંકી પાંડે, રાજેશ કુમાર અને જિમી શેરગિલ પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મ ડેવિડ ધવને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 5 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.