18 May, 2026 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
છેલ્લા કેટલાક સમયથી ઍક્ટ્રેસ મૌની રૉય અને સૂરજ નામ્બિયારના ચાર વર્ષના લગ્નજીવનમાં સમસ્યા હોવાની ચર્ચા હતી. આ ચર્ચા બહુ વધી ગયા બાદ મૌની અને સૂરજે સંયુક્ત રીતે સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે તેઓ હવે અલગ થઈ ચૂક્યાં છે. જોકે પહેલાં એકબીજાને સોશ્યલ મીડિયા પર અનફૉલો કર્યા બાદ મૌની અને સૂરજે હવે ફરીથી એકબીજાને નવેસરથી ફૉલો કરવાનું શરૂ કરી દીધું છે. આમ મૌની અને સૂરજે આડકતરી રીતે જાહેરાત કરી દીધી છે કે લગ્ન તૂટ્યા હોવા છતાં બન્ને વચ્ચે મિત્રતાનો સંબંધ યથાવત્ રહેશે.