કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મૌની રૉયનો સુપર ગ્લૅમરસ લુક

20 May, 2025 11:04 AM IST  |  France | Gujarati Mid-day Correspondent

ગળામાં નેકલેસ પહેરીને પોતાના લુકને કમ્પ્લીટ કર્યો હતો. આ સાદા લુકમાં મૌની ખૂબ જ ગ્લૅમરસ અને સુંદર દેખાઈ રહી હતી

મૌની રૉય

૭૮મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય સેલિબ્રિટીઓ પોતાનો જાદુ ચલાવી રહી છે. ઉર્વશી રાઉતેલા અને જૅકલીન ફર્નાન્ડિસથી લઈને નિતાંશી ગોયલ જેવા સ્ટાર્સ આ વર્ષે કાનમાં જોવા મળ્યા છે. હવે આ યાદીમાં ઍક્ટ્રેસ મૌની રૉયનું નામ પણ જોડાયું છે. હાલમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાંથી મૌની રૉયની તસવીરો સામે આવી છે. બ્લૅક ડ્રેસમાં મૌની રૉય ખૂબ જ સુંદર લાગતી હતી. મૌનીએ પોતાના વાળને પાછળ લઈને નાનું બન બનાવ્યું હતું. સાથે જ ગળામાં નેકલેસ પહેરીને પોતાના લુકને કમ્પ્લીટ કર્યો હતો. આ સાદા લુકમાં મૌની ખૂબ જ ગ્લૅમરસ અને સુંદર દેખાઈ રહી હતી.

cannes film festival mouni roy bollywood buzz bollywood news bollywood entertainment news