✕

મૌની રૉયે ગોવામાં ગર્લ-ગૅન્ગ સાથે ઊજવી ૪૧મી વર્ષગાંઠ

30 September, 2026 11:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જન્મદિવસનો વિડિયો શૅર કરવાની સાથે મૌનીએ પોતાના જીવનના નવા વર્ષમાં પ્રવેશવા અંગેની લાગણીઓ પણ વ્યક્ત કરી હતી

મૌનીએ ફૅન્સને સેલિબ્રેશનની નાનકડી ઝલક બતાવી હતી

સોમવારે મૌની રૉયની ૪૧મી વર્ષગાંઠ હતી અને તેણે આ ખાસ દિવસની ઉજવણી સનલાઇટ, સમુદ્રના સુંદર નજારા અને પોતાની નજીકની બહેનપણીઓની કંપનીમાં કરી હતી. મૌનીએ પોતાના ફૅન્સને સેલિબ્રેશનની નાનકડી ઝલક પણ બતાવી હતી.

મૌનીએ પોતાના જન્મદિવસની ડાયરીમાંથી કેટલીક તસવીરો અને વિડિયો શૅર કર્યાં હતાં જેમાં તેનો સ્ટાઇલિશ બિકિની-લુક પણ જોવા મળ્યો હતો. મૌનીએ પોતાના લુકમાં મિનિમલ સ્ટાઇલ અપનાવી હતી અને તેની મિત્રમંડળી બીચસાઇડ પ્રૉપર્ટીમાં શાંત અને સુંદર વાતાવરણનો આનંદ માણતી જોવા મળી હતી.

જન્મદિવસનો વિડિયો શૅર કરવાની સાથે મૌનીએ પોતાના જીવનના નવા વર્ષમાં પ્રવેશવા અંગેની લાગણીઓ પણ વ્યક્ત કરી હતી. તેણે લખ્યું હતું કે ‘નવું પાનું શરૂ કરી રહી છું, જીવનની નાની-નાની ચમત્કારિક પળોને અનુભવી રહી છું. આભારી છું, ધન્ય છું અને હજી પણ બધું સમજવાનો પ્રયાસ કરી રહી છું. ભગવાન મારી સાથે છે. મારી ગર્લ્સ પણ મારી સાથે છે.’

mouni roy happy birthday goa social media photos entertainment news bollywood bollywood news