17 August, 2025 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બિપાશા બાસુ, હિના ખાન અને મૃણાલ ઠાકુર ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
બિપાશા બાસુ પર એક જૂની ટિપ્પણીને કારણે મૃણાલ ઠાકુર ચર્ચાનો વિષય બની છે. તેનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં મૃણાલ ઠાકુર બિપાશા બાસુના શરીર વિશે વાત કરતી જોવા મળે છે. તે કહે છે કે તે બિપાશા કરતાં ઘણી સારી છે. તેણે બિપાશા માટે મૅનલી મસલ્સ વળી છોકરી શબ્દનો ઉપયોગ કર્યો હતો. ગુરુવારે મૃણાલે આ ટિપ્પણી માટે માફી માગી હતી. હવે હિના ખાને મૃણાલની માફી માગ્યા બાદ તેને ટેકો આપ્યો છે. તેણે કહ્યું કે તેને ગર્વ છે કે મૃણાલે તેની ભૂલ સ્વીકારી લીધી.
હિનાએ મૃણાલ માટે એક પોસ્ટ લખી છે
હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે. તેણે લખ્યું છે કે- શાણપણ એ જ્ઞાનના વૃક્ષનું ફળ છે જે અનુભવોમાં મૂળ ધરાવે છે. આપણી સામાજિક કુશળતા, વાતચીત અને સમજણની ઊંડાઈ સમય સાથે આવે છે. આપણે બધા ભૂલો કરીએ છીએ, ખાસ કરીને જ્યારે આપણે નાના હોઈએ છીએ. હું મૃણાલ સાથે ખૂબ સારી રીતે રિલેટ કરી શકું છું. મેં ભૂતકાળમાં પણ આવી મૂર્ખ ભૂલો કરી છે.
હિના ખાને શું કહ્યું
હિના ખાને આગળ લખ્યું, "આપણામાંથી ઘણા લોકો ખૂબ જ એક્સપોઝર જુએ છે, પરંતુ તેને સંભાળવાની કુશળતા ધરાવતા નથી. પરંતુ સમય જતાં આપણે બદલાઈએ છીએ, આપણે દયાળુ, કરુણાશીલ બનીએ છીએ. આપણે એકબીજાને સપોર્ટ કરવાનું શીખીએ છીએ... એકબીજાના ક્રાઉનને ઠીક કરવાનું શીખીએ છીએ."
હિનાએ બિપાશાના પણ વખાણ કર્યા
આ વાર્તામાં, મૃણાલની સાથે, હિના ખાને પણ બિપાશા બાસુના વખાણ કર્યા છે. તેણે લખ્યું છે કે બિપાશા અને મૃણાલ બંને અદ્ભુત મહિલાઓ છે. તેણે કહ્યું કે બિપાશા સમગ્ર સમુદાય માટે પ્રેરણા છે. મને ખૂબ જ ખુશી અને ગર્વ છે કે મૃણાલે પોતાની ભૂલ સ્વીકારી.
મૃણાલ ઠાકુરે બિપાશા બાસુને `મૅનલી` ગણાવ્યા બાદ ઓરીએ પ્રતિક્રિયા આપી
બિપાશા વિશે મૃણાલના વાયરલ વીડિયોને શૅર કરતી ક્વોલિટિયાપોસ્ટ્સ દ્વારા ઇન્સ્ટાગ્રામ પોસ્ટની ટિપ્પણીઓનો જવાબ આપતા, ઓરીએ લખ્યું, "LMAO (મારી વાત પર હસવું). F’ing O wtffff is disss woman smoking," સાથે અનેક હાસ્યજનક ઇમોજીસ મૂક્યા. જેનો અર્થ થાય છે કે ‘આ મહિલા શું ફુંકી રહી છે.’ ઇન્સ્ટાગ્રામ પર ઓરીની આ કમેન્ટ અને વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
મૃણાલ ઠાકુરની ટિપ્પણીઓ પર બિપાશા બાસુએ આપી પ્રતિક્રિયા
બિપાશાએ ૧૩ ઑગસ્ટ બુધવારે સોશિયલ મીડિયા પર એક વાક્ય શૅર કર્યું જેમાં લખ્યું હતું, `મજબૂત સ્ત્રીઓ એકબીજાને આગળ લાવે છે.` તેની સાથે, અભિનેત્રીએ એક નોંધ લખી જેમાં લખ્યું હતું: "તેવા મસલ્સ મેળવો સુંદર સ્ત્રીઓ, આપણે મજબૂત રહેવું જોઈએ. સ્નાયુઓ તમને કાયમ માટે સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મેળવવામાં કરવામાં મદદ કરે છે! સ્ત્રીઓએ મજબૂત દેખાવું જોઈએ નહીં કે શારીરિક રીતે મજબૂત ન હોવું જોઈએ તે જૂની વિચાર પ્રક્રિયાને તોડી નાખો." જોકે બિપાશાએ મૃણાલનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું, તે સ્પષ્ટ હતું કે આ ટિપ્પણી તેના માટે જ હતી.