ધનુષ સાથે લગ્નની ચર્ચા વચ્ચે મૃણાલ ઠાકુરે પોસ્ટ કરેલો વિડિયો છે સ્પેશ્યલ

19 January, 2026 03:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયા પર મૃણાલ ઠાકુર અને ધનુષનાં લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. આ સંજોગો વચ્ચે હવે મૃણાલ ઠાકુરે પોતાની પહેલી સોશ્યલ મીડિયા પોસ્ટ શૅર કરી છે, પણ આ પોસ્ટમાં પણ સોશ્યલ મીડિયા યુઝર્સે ધનુષ સાથેનું કનેક્શન શોધી કાઢ્યું છે.

ધનુષ સાથે લગ્નની ચર્ચા વચ્ચે મૃણાલ ઠાકુરે પોસ્ટ કરેલો વિડિયો છે સ્પેશ્યલ

છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયા પર મૃણાલ ઠાકુર અને ધનુષનાં લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. આ સંજોગો વચ્ચે હવે મૃણાલ ઠાકુરે પોતાની પહેલી સોશ્યલ મીડિયા પોસ્ટ શૅર કરી છે, પણ આ પોસ્ટમાં પણ સોશ્યલ મીડિયા યુઝર્સે ધનુષ સાથેનું કનેક્શન શોધી કાઢ્યું છે. હાલમાં મૃણાલે સોશ્યલ મીડિયા પર પોતાનો એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે સમુદ્ર વચ્ચે મોજ કરતી નજરે પડે છે. આ વિડિયો શૅર કરતી વખતે મૃણાલે કૅપ્શનમાં લખ્યું હતું કે ગ્રાઉન્ડેડ, ગ્લોઇંગ ઍન્ડ અનશેકન. કેટલાક યુઝર્સે વિડિયોમાં ધનુષ સાથેનું કનેક્શન શોધી કાઢ્યું છે. હકીકતમાં મૃણાલે આ વિડિયો સાથે જે ગીત લગાડ્યું છે એ એક તામિલ ગીત છે. આ કારણોસર લોકો એવું માનવા લાગ્યા છે કે તેણે ઇરાદાપૂર્વક આ ગીત પસંદ કર્યું છે, કારણ કે ધનુષ તામિલનાડુ સાથે જોડાયેલો છે.

mrunal thakur dhanush bollywood buzz social media bollywood news bollywood gossips bollywood entertainment news instagram