મારી ઓળખનો દુરુપયોગ કરશો તો કાયદાકીય પગલાં લેવાશે

05 August, 2026 01:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

AI ડીપફેક સામે મૃણાલ ઠાકુરે આપ્યો કડક ચેતવણીભર્યો સંદેશ

મૃણાલ ઠાકુર

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વધતા દુરુપયોગને કારણે સેલિબ્રિટીઓની ચિંતા વધી રહી છે. આ ટેક્નૉલૉજીની મદદથી ડીપફેક, છેડછાડ કરાયેલા વિડિયો અને ઓળખના દુરુપયોગના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં મૃણાલ ઠાકુરે આ મુદ્દે ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો છે અને ડીપફેક કન્ટેન્ટ બનાવનારાઓને કડક ચેતવણી આપી છે.
મૃણાલે સોશ્યલ મીડિયા પર ડીપફેક કન્ટેન્ટ બનાવનાર અથવા એને શૅર કરનારાઓ સામે કડક સંદેશ પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે ‘મારા ચહેરાનો ઉપયોગ કરીને ડીપફેક કન્ટેન્ટ બનાવવું અથવા શૅર કરવું ગેરકાનૂની અને અસ્વીકાર્ય છે. આને મારી તરફથી તાત્કાલિક અસરથી આપવામાં આવેલી ઔપચારિક નોટિસ માનવામાં આવે. મારી ઓળખનો આગળ પણ કોઈ દુરુપયોગ કરવામાં આવશે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.’

 

mrunal thakur human rights ai artificial intelligence entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood gossips bollywood events bollywood