08 October, 2026 04:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૃણાલે આ તસવીરોની સાથે જે કૅપ્શન લખી છે એ ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે
મૃણાલ ઠાકુરે હાલમાં સોશ્યલ મીડિયામાં પોતાની કેટલીક જૂની તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં તે ઘણી યંગ એટલે કે નાની ઉંમરની જોવા મળી રહી છે. મૃણાલે આ તસવીરોની સાથે જે કૅપ્શન લખી છે એ ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે. પોતાના સંઘર્ષના સમયની આ તસવીરો શૅર કરતાં મૃણાલે લખ્યું હતું કે ‘હું મારા નાના સ્વરૂપને ધન્યવાદ આપવા ઇચ્છું છું કારણ કે તેણે ક્યારેય હાર માની નહીં. મારી યાદોની ગલીઓમાં એક નાનકડી સફર.’