Mumbai Cyber Fraud: બાપ રે...! ૧૭.૫ કરોડની ઠગાઈ! જાવેદ જાફરીની પત્નીનું બેન્ક ઍકાઉન્ટ ખંખેરી ગયા સાયબર ઠગો!

15 May, 2026 09:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Cyber Fraud: જાણીતા એક્ટર જાવેદ જાફરીની પત્ની હબીબા જાફરી સાથે પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટને લઈને જબરદસ્ત મોટો ફ્રોડ થયો હતો. આશરે ૧૭.૫ કરોડ જેટલી મોટી રકમની છેતરપિંડી સાથે જોડાયેલો આ મામલો શું છે એ જાણીએ.

જાવેદ જાફરી અને તેની વાઈફ હબીબા (સૌજન્ય: ઇન્સ્ટાગ્રામ)

સાયબર ઠગો દ્વારા સામાન્ય લોકોની છેતરપિંડીના સમાચાર (Mumbai Cyber Fraud) તો તમે જાણ્યા જ હશે પણ હવે આ ઠગોએ બૉલીવુડ પરિવારોને પણ નિશાન બનાવ્યા હોય તેવો મામલો સામે આવ્યો છે. તાજેતરમાં જ જાણીતા એક્ટર જાવેદ જાફરીની પત્ની હબીબા જાફરી સાથે પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટને લઈને જબરદસ્ત મોટો ફ્રોડ થયો હતો. આશરે ૧૭.૫ કરોડ જેટલી મોટી રકમની છેતરપિંડી સાથે જોડાયેલો આ મામલો શું છે એ જાણીએ.

કોની કોની થઈ ધરપકડ?

હબીબા જાફરીએ પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાવી હતી તે અનુસાર આ કેસની તપાસ માટે પોલીસની એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન નિશિત પટેલનું નામ સામે આવ્યું હતું. પોલીસને શંકા હતી કે આ કેસ એક મોટા ફાયનાન્શિયલ ક્રાઇમના સિંડિકેટનો જ ભાગ છે. પોલીસે નક્કર પુરાવાના આધારે છટકું ગોઠવ્યું હતું અને અને નિશિતને તાબામાં લીધો હતો. કોર્ટે નિશિતને 19મી તારીખ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. બિઝનેસમેન નિશિત પટેલની સાથેસાથે આ કેસમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલે વિવાદાસ્પદ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મહેશ પાટીલ અને અન્ય સહયોગીઓ સામે પણ કેસ દાખલ કર્યો છે.

આ કેસમાં આરોપી મહેશ પાટિલને મ્યુનિસિપલ વહીવટીતંત્રનો વિવાદાસ્પદ (Mumbai Cyber Fraud) અધિકારી માનવામાં આવે છે. પોલીસને શંકાના આધારે બીજા ત્રણેક જણની પણ પૂછપરછ કરી છે. હાલ તો તમામ ફરાર આરોપીઓની શોધ ચાલી રહી છે. 

તપાસ ચાલી રહી છે

પ્રાપ્ત માહિતી અનુસાર હબીબા જાફરી (Mumbai Cyber Fraud)ને મોટો નફો અને સેફ ઇન્વેસ્ટમેન્ટની લાલચ આપવામાં આવી હતી. આ લાલચમાં આવી જઇને હબીબાએ પ્રોપર્ટી અને ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત અનેક ડિલ્સ પર ફાઇનલ કરી હતી. કહે છે કે સાયબર ઠગોએ લાખો રૂપિયાની પ્રોપર્ટી ભેગી કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આખા કેસમાં કરવામાં આવેલ ટ્રાન્ઝેક્શનમાં ખોટા દસ્તાવેજો, ખોટા વાયદાઓ સામેલ છે અને મિલકતના નામે મોટી નાણાકીય હેરફેર કરવામાં આવી છે. પોલીસને ઘણા બધા ફાયનાન્શિયલ અને પ્રોપર્ટી સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે તે જપ્ત કરીને સઘન તપાસ ચાલી રહી છે.

ક્રાઈમ બ્રાંચ (Mumbai Cyber Fraud)ના અધિકારીઓએ જણાવ્યું છે કે આખરે આ કેસ પાછળ કોઈ મોટી છેતરપિંડીનું રેકેટ સામલ છે કે કેમ તેની વિગતવાર તપાસ ચાલી રહી છે.હબીબાની જેમ શું આ ઠગાબાજોએ બીજા ઈન્વેસ્ટર્સને પણ આ જ રીતે નિશાન બનાવ્યા છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે બેંક ટ્રાન્ઝેક્શન, મોબાઇલ કોલ રેકોર્ડ અને ડિજિટલ પ્રૂફ્સને આધારે તપાસ આદરી છે. પોલીસે હજુ સુધી આ કૌભાંડની સંપૂર્ણ વિગતો જાહેર કરી નથી અને કહ્યું કે તપાસ ચાલી રહી હોઇ આ કેસમાં વધારે તંતુઓ સામે આવે એવી શક્યતા છે.

 

javed jaffrey cyber crime mumbai news mumbai crime news mumbai police entertainment news