12 March, 2025 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે
સૂર્યવંશમ ફિલ્મમાં પોતાની સુંદર અને મનમોહક પર્ફોર્મન્સથી બધાનું દિલ જીતનારી એક્ટ્રેસ સૌંદર્યાનું 22 વર્ષ પહેલા પ્લેન ક્રેશમાં નિધન થઈ ગયું હતું. હવે તેમના મૃત્યુને લઈને એક મોટી અપડેટ સામે આવી છે.
અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ સૂર્યવંશમ (Sooryavansham) કદાચ જ કોઈએ નહીં જોઈ હોય. ટીવી પર આ ફિલ્મ એટલી બધી વાર બતાવવામાં આવી છે કે હવે તો કદાચ આ ફિલ્મના દરેક પાત્રનું નામ પણ બધાને યાદ હશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે તેમના લવ ઈન્ટ્રેસ્ટનું પાત્ર રાધાનું ભજવ્યું હતું સાઉથની પૉપ્યુલર એક્ટ્રેસ સૌંદર્યાએ. સૌંદર્યાએ અનેક તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું હતું, પણ હિન્દી ફિલ્મોમાં તે સૂર્યવંશમ દ્વારા છવાઈ ગઈ.
આ રીતે થઈ હતી સૌંદર્યાની મોત
સૌંદર્યાનું નિધન પ્લેન ક્રેશમાં થઈ ગયું હતું. તે સમયે એક્ટ્રેસ સગર્ભા પણ હતી. હવે એક્ટ્રેસના નિધનના વર્ષો બાદ ટૉલિવૂડના દિગ્ગજ એક્ટર મોહન બાબૂ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. તેમના પર સૌંદર્યાની મોતના ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
17 એપ્રિલ 2004માં સૌંદર્યાનું પ્રાઈવેટ પ્લેન ક્રેશ થયું હોવાથી એક્ટ્રેસનું નિધન થયું હતું. રિપૉર્ટ્સ પ્રમાણે તે સમયે એક્ટ્રેસ કરીમનગરમાં ભારતીય જનતા પાર્ટી અને તેલુગૂ દેશમ પાર્ટી માટે એક રાજનૈતિક અભિયાનના કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહી હતી, જેમાં તેના ભાઈનું પણ મોત નીપજ્યું હતું. તે સમયે સૌંદર્યાનો મૃતદેહ પણ મળી શક્યો નહોતો.
અકસ્માત નહીં હત્યા હતી
ન્યૂઝ 18ના રિપૉર્ટ પ્રમાણે 22 વર્ષ બાદ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સૌંદર્યાની મોત અકસ્માત નહીં પણ હત્યા છે જે મોહન સાથે સંપત્તિ વિવાદને કારણે કરવામાં આવી હતી.
રિપૉર્ટ પ્રમાણે ફરિયાદકર્તાએ મોહન બાબૂ પર ભાઈ-બહેન પર જમીન વેચવા માટે દબાણ કરવાનો અને દુઃખદ વિમાન દુર્ઘટના બાદ ગેરકાયદેસર રીતે કબજો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ફરિયાદકર્તાની ઓળખ ચિટ્ટીમલ્લૂ તરીીકે થઈ છે જેમણે કહેવાતી રીતે ખમ્મમ એસીપી અને ખમ્મમ જિલ્લા અધિકારી બન્ને પાસે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં મંચૂ પરિવારની અંદર ચાલતા વિવાદ વિશે પણ કહેવામાં આવ્યું છે, જેમાં મંચૂ મનોજ માટે ન્યાય અને જલપલ્લીમાં 6 એકડના ગેસ્ટહાઉસને જપ્ત કરવાની માગ મૂકવામાં આવી છે. આ સિવાય, ફરિયાદકર્તાએ મોહન બાબૂને કારણે પોતાના જીવને જોખમ જણાવીને પોલીસ સુરક્ષાની પણ માગ કરી છે.
શું આ કોઈ પબ્લિસિટી સ્ટંટ છે?
જોકે, સૌંદર્યાના મૃત્યુ અંગેના આ આરોપો વાસ્તવિકતાથી ઘણા દૂર છે અને તેને પબ્લિસિટી સ્ટંટ (Publicity Stunt) કહેવામાં આવી રહ્યો છે. આ ફરિયાદ પર જિલ્લા અધિકારી, એસીપી અને મોહન બાબુના પ્રતિભાવની રાહ જોવી પડશે.