એક સમયે ડિલિવરી બૉય, હવે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધારક બૉલિવૂડ ગીતકાર સાથે કરશે કામ

10 April, 2026 09:33 PM IST  |  Mumbai | Hetvi Karia

Music Industry News: મુંબઈમાં યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં સમર્યા ક્રિએશને ઔમોરા મ્યુઝિક લેબલનું સત્તાવાર લૉન્ચ કર્યું, પરંતુ આ ઇવેન્ટમાં માત્ર મ્યુઝિક લેબલ જ નહીં, એક પ્રેરણાદાયી સફર પણ ચર્ચાનો વિષય બની. વાંચો આ મોટિવેશનલ સ્ટોરી વિશે...

ઔમોરા મ્યુઝિકની ટીમ

મુંબઈમાં યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં સમર્યા ક્રિએશને ઔમોરા મ્યુઝિક લેબલનું સત્તાવાર લૉન્ચ કર્યું, પરંતુ આ ઇવેન્ટમાં માત્ર મ્યુઝિક લેબલ જ નહીં, એક પ્રેરણાદાયી સફર પણ ચર્ચાનો વિષય બની. એક યુવાન, જે એક સમયે  Zomato ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો, હવે સંગીત જગતમાં પોતાની ઓળખ બનાવવા તૈયાર છે — અને તે પણ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ધરાવતા ગીતકાર Sameer Anjaan સાથે કામ કરવાની તક સાથે.

આ લૉન્ચ ઇવેન્ટ અંધેરી વેસ્ટ સ્થિત ધ ક્લબ ખાતે યોજાયો હતો, જ્યાં સંગીત જગતના અનેક યુવા કલાકારો, ક્રિએટર્સ અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો હાજર રહ્યા હતા.

આ લેબલને માત્ર એક મ્યુઝિક પ્લેટફોર્મ નહીં પરંતુ કલાકારોને કેન્દ્રમાં રાખતી પહેલ તરીકે રજૂ કરવામાં આવ્યું. સમીર અંજાનએ જણાવ્યું કે ઔમોરા મ્યુઝિક એવા કલાકારો માટેનું ઘર બનશે જેઓ પોતાની વાત સંગીત દ્વારા રજૂ કરવા માગે છે. ચાર દાયકાની કારકિર્દીમાં 640 થી વધુ હિન્દી ફિલ્મો માટે 4,000 થી વધુ ગીતો લખનારા સમીર અંજાન ફક્ત બ્રાન્ડ એમ્બેસેડર જ નહીં પરંતુ આ પહેલના શિલ્પી પણ છે. હાલમાં, અમોરા મ્યુઝિક 19 ટ્રેક સાથે 150 થી વધુ પ્લેટફોર્મ પર લાઇવ છે, જ્યારે 150 થી વધુ મૂળ રચનાઓ રિલીઝ માટે તૈયાર છે. આ સામગ્રી બોલીવુડ, ભક્તિ, લોક સંગીત, બાળ સંગીત, રેપ અને સમકાલીન પોપ સહિત વિવિધ શૈલીઓમાં ઓફર કરવામાં આવશે.

પરંતુ આ સમગ્ર કાર્યક્રમમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર વાત એ હતી કે યંગ રેપર - જે એક સમયે ડિલિવરી બોયની જૉબ કરતો હતો, હવે પોતાના ગીતો દ્વારા સમાજના સત્યનો અવાજ બની ગયો છે. હવે તેને સમીર અંજન જેવા અનુભવી ગીતકારનું માર્ગદર્શન મળશે.

લેબલના ક્રિએટિવ એન્જિન તરીકે સંગીતકાર નીલ ગાંધી અને નિરજ વિશ્વકર્મા જોડાયેલા છે. નીલ ગાંધી ભૂતપૂર્વ MBBS ડૉક્ટર છે, જ્યારે નિરજ વિશ્વકર્માએ કૉમ્પ્યુટર સાયન્સથી સંગીત ક્ષેત્રમાં પોતાનો માર્ગ બનાવ્યો છે. કાર્યક્રમ દરમિયાન થયેલી પેનલ ચર્ચા અને પ્રેસ ઇન્ટરૅક્શનમાં નીલ ગાંધી અને નિરજ વિશ્વકર્માએ લેબલના વિઝન અને ભવિષ્યની યોજનાઓ વિશે વિગતવાર વાત કરી. તેમણે જણાવ્યું કે આ પ્લેટફોર્મ ઉભરતા કલાકારોને માત્ર તક નહીં પરંતુ માર્ગદર્શન અને સપોર્ટ પણ આપશે. સમીર અંજાનએ ઉમેર્યું કે આ પહેલ દ્વારા નવા ટેલેન્ટને આગળ લાવવામાં આવશે અને સમય જતાં જાણીતા અને મોટા કલાકારોને પણ જોડવામાં આવશે.

સમર્યા ક્રિએશનના મેનેજિંગ ડિરેક્ટર મનોજ અગ્રવાલે જણાવ્યું કે, “અમે માત્ર મ્યુઝિક બનાવતા નથી, પરંતુ એક નવી વિચારસરણી લાવી રહ્યા છીએ, જ્યાં કલાકાર પ્રથમ સ્થાને છે.”

AI અને સંગીતના સંબંધ અંગે પણ ચર્ચા થઈ. નીલ ગાંધી અને નિરજ વિશ્વકર્માએ ટેક્નોલોજીના વધતા પ્રભાવ વિશે વાત કરી, જ્યારે સમીર અંજાનએ જણાવ્યું કે “AI સંગીત બનાવી શકે છે, પરંતુ તેમાં લાગણી નહીં હોય. માણસના જીવનના અનુભવો જ તેની લાગણીઓ ઘડે છે, અને એ જ લાગણી કળામાં દેખાય છે.”

ઇવેન્ટ દરમિયાન ઔમોરા મ્યુઝિકની ટીમ દ્વારા લાઇવ મ્યુઝિક પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું, જેમાં પેપ્પી ટ્રેન્ડી ગીતોથી લઈને ભક્તિ સંગીત અને રૅપ સુધી વિવિધ શૈલીઓ રજૂ થઈ. આ પ્રેઝન્ટેશનમાં લેબલની વૈવિધ્યતા અને નવા કલાકારોની પ્રતિભા જોવા મળી. 

લેબલનો 2026 થી 2032 સુધીનો રોડમેપ ત્રણ મુખ્ય ક્ષેત્રોની આસપાસ કેન્દ્રિત છે: મ્યુઝિક પબ્લિશિંગ અને લાઇસન્સિંગ, લાઇવ પર્ફોર્મન્સ અને આર્ટિસ્ટ ડેવલપમેન્ટ. 2028 સુધીમાં, તે 500 થી વધુ મૂળ ટ્રેક રિલીઝ કરવાની, આઠ મેટ્રો શહેરોનો પ્રવાસ કરવાની અને UAE, UK અને ઉત્તર અમેરિકામાં ડાયસ્પોરા કોન્સર્ટ યોજવાની યોજના ધરાવે છે.

લેબલનું ડિજિટલ વિતરણ ફોનોગ્રાફિક ડિજિટલ લિમિટેડ (PDL) દ્વારા સંભાળવામાં આવશે, જે 1,300 થી વધુ લેબલ્સ અને 46,000 અધિકાર માલિકો સાથે કામ કરે છે, જે ખાતરી કરે છે કે દરેક સ્ટ્રીમ મૂલ્ય પહોંચાડે છે અને દરેક કલાકારને તેનો હક મળે છે.

એક સામાન્ય યુવકની આ અસામાન્ય સફર હવે અનેક લોકોને પ્રેરણા આપશે; કારણ કે સપના માત્ર જોવા માટે જ નહીં, પણ જીવવા માટે પણ હોય છે.

sukhwinder singh bollywood buzz bollywood news bollywood events bollywood entertainment news hetvi karia