19 September, 2025 01:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નફીસા અલી
છેલ્લે ‘ઉંચાઈ’માં જોવા મળેલાં ઍક્ટ્રેસ નફીસા અલીએ સોશ્યલ મીડિયા અકાઉન્ટના માધ્યમથી માહિતી આપી છે કે તેના પેરિટોનિયલ કૅન્સર એટલે કે પેટની અંદરની પાતળી ત્વચાના સ્તરનું કૅન્સરે ઊથલો માર્યો છે અને તે ચોથા સ્ટેજના કૅન્સરથી પીડાય છે. નફીસાએ જણાવ્યું છે કે આ કૅન્સરને ઑપરેશન કરીને દૂર કરવાનું શક્ય ન હોવાથી તેની કીમોથેરપી ચાલી રહી છે.
નફીસા આ પહેલાં પણ ૨૦૧૮માં પેરિટોનિયલ કૅન્સરનો ભોગ બન્યાં હતાં અને તેમની સારવાર કરવામાં આવી હતી. પોતાની પોસ્ટ સાથેની કૅપ્શનમાં નફીસાએ લખ્યું છે કે ‘મારી જર્નીનું આજથી નવું ચેપ્ટર. મારું કાલે PET સ્કૅન થયું. હવે ફરીથી કીમોથેરપી શરૂ થશે, કારણ કે સર્જરી શક્ય નથી. વિશ્વાસ રાખો, મને જીવનથી પ્રેમ છે.’