✕

રાજકુમારની ૧૦૦મી જન્મજયંતી બની નાના પાટેકરનો મૃત્યુદિવસ

09 October, 2026 12:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખાસ વાત એ છે કે નાના પાટેકર અને રાજકુમારે વર્ષ ૧૯૯૩ની બ્લૉકબસ્ટર દેશભક્તિ ફિલ્મ ‘તિરંગા’માં સાથે કામ કર્યું હતું

૮ ઑક્ટોબર હિન્દી સિનેમાના મહાન અભિનેતા રાજકુમારની ૧૦૦મી જન્મજયંતી હતી

નાના પાટેકરના નિધન સાથે સિનેમાજગતમાં એક અત્યંત ભાવુક અને અદ્ભુત સંયોગ પણ જોડાઈ ગયો છે. હકીકતમાં ગઈ કાલે એટલે ૮ ઑક્ટોબર હિન્દી સિનેમાના મહાન અભિનેતા રાજકુમારની ૧૦૦મી જન્મજયંતી હતી. રાજકુમારનો જન્મ ૧૯૨૬ની ૮ ઑક્ટોબરે થયો હતો. ખાસ વાત એ છે કે નાના પાટેકર અને રાજકુમારે વર્ષ ૧૯૯૩ની બ્લૉકબસ્ટર દેશભક્તિ ફિલ્મ ‘તિરંગા’માં સાથે કામ કર્યું હતું અને તેમની જોડી ખૂબ જ યાદગાર રહી હતી.

ફિલ્મમાં રાજકુમારે બ્રિગેડિયર સૂર્યદેવ સિંહનું પાત્ર ભજવ્યું હતું, જ્યારે નાના પાટેકરે ઇન્સ્પેક્ટર શિવાજીરાવની ભૂમિકા ભજવી હતી. બન્ને કલાકારોના દમદાર અભિનયને કારણે ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને આજે પણ ફિલ્મનાં પાત્રો યાદ કરવામાં આવે છે. જે દિવસે ‘તિરંગા’ના સૌથી દમદાર અભિનેતા રાજકુમારની ૧૦૦મી જન્મજયંતી મનાવવામાં આવી એ જ તારીખે એટલે કે ૮ ઑક્ટોબરે તેમના સહકલાકાર નાના પાટેકરે આ દુનિયાને અલવિદા કહી દીધી.

nana patekar celebrity death happy birthday entertainment news bollywood bollywood news