✕

હું એક ગામડામાંથી આવ્યો છું અને હંમેશાં ગામડાનો માણસ જ રહીશ

09 October, 2026 11:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાના પાટેકરના અવસાન પછી તેમનો કૌન બનેગા કરોડપતિ 16નો એક જૂનો વિડિયો ફરી ચર્ચામાં

‘કૌન બનેગા કરોડપતિ 16’નો એક જૂનો વિડિયો ફરી સામે આવ્યો છે

નાના પાટેકરના નિધનથી ફૅન્સ આઘાતમાં છે ત્યારે તેમનો ‘કૌન બનેગા કરોડપતિ 16’નો એક જૂનો વિડિયો ફરી સામે આવ્યો છે. આ સમયે અમિતાભ બચ્ચન સાથેની વાતચીતમાં નાના પાટેકરે જણાવ્યું હતું કે તેમને ક્યારેય એવું લાગ્યું નહોતું કે તેઓ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છે.

નાના પાટેકરે વાતચીત દરમ્યાન અમિતાભને કહ્યું હતું કે ‘હું ખરેખર ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનો હિસ્સો નથી. હું અહીં આવું છું, મારું કામ કરું છું અને પછી પાછો દોડી જાઉં છું. હું અહીં ક્યારેય પાર્ટીઓમાં જતો માણસ રહ્યો નથી. એ જીવનશૈલી મને આકર્ષતી નથી. હું એવો છું જ નહીં. હું એક ગામડામાંથી આવ્યો છું અને હંમેશાં ગામડાનો માણસ જ રહીશ. જ્યાંથી હું આવ્યો છું, ત્યાં જ મને સૌથી વધુ પોતાપણું લાગે છે. અમિતજી, મેં ક્યારેય જેટલું ઇચ્છ્યું હતું એના કરતાં જીવન પાસેથી મને ઘણું વધારે મળ્યું છે. જીવને મને ઘણું આપ્યું છે. જ્યારે તમારી જરૂરિયાતો મર્યાદિત હોય છે ત્યારે બધું ઘણું સરળ બની જાય છે. મને ખરેખર એ જીવન ગમે છે. શહેરમાં લોકો પોતાનાં ઘરોની આસપાસ દીવાલો ઊભી કરે છે. જ્યાં હું રહું છું ત્યાં અમારી આસપાસ પર્વતો છે અને અમે એમની વચ્ચે રહીએ છીએ. ત્યાં જીવન ખૂબ જ સરળ છે.’

nana patekar kaun banega crorepati viral videos entertainment news bollywood bollywood news celebrity death