04 September, 2025 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નર્ગિસ ફખરી
થોડા સમય પહેલાં રિપોર્ટ હતો કે નર્ગિસ ફખરીએ ફેબ્રુઆરીમાં તેના અમેરિકા-બેઝ્ડ બિઝનેસમૅન બૉયફ્રેન્ડ ટોની બેગ સાથે કૅલિફૉર્નિયામાં ખાનગી સમારોહમાં લગ્ન કરી લીધાં છે. હાલમાં નર્ગિસ અને તેનો પતિ મુંબઈમાં એક ઇવેન્ટમાં જોવા મળ્યાં હતાં. આ ઇવેન્ટમાં નર્ગિસ પહેલી વખત તેના પતિ સાથે જાહેરમાં દેખાઈ હતી. નર્ગિસ અને ટોનીએ લગભગ ત્રણ વર્ષના ડેટિંગ પછી લગ્ન કર્યાં હતાં. તેમનાં લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર હતા. નર્ગિસ અને ટોનીએ ધ્યાન એટલું રાખ્યું હતું કે તેમનાં લગ્નના કોઈ ફોટો લીક ન થઈ જાય.