02 March, 2026 08:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘તુમ્બાડ 2’
‘તુમ્બાડ’ના આગામી ભાગને હવે નવી દિશા મળી છે. જાણીતા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી હવે ‘તુમ્બાડ 2’નો ભાગ બન્યા છે. કલ્ટ ફિલ્મ રહી ચૂકેલી ‘તુમ્બાડ’ માટે આ મોટી અપડેટ માનવામાં આવી રહી છે. મેકર્સ આ યુનિવર્સને વધુ મજબૂત અને રસપ્રદ બનાવવાની તૈયારીમાં છે.
નવાઝુદ્દીન પોતાની લેયર્ડ અને ઈમોશનલ એક્ટિંગ માટે ઓળખાય છે. ‘તુમ્બાડ 2’માં તેમનો રોલ મહત્વપૂર્ણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમના પાત્ર વિશે હજી વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ કહેવાઈ રહ્યું છે કે તેઓ ફિલ્મની વાર્તામાં અગત્યનો ભાગ ભજવશે, જે દર્શકો પર માનસિક અસર કરશે. નવાઝુદ્દીન સિદ્દીકી કહ્યું હતું, “હું ‘તુમ્બાડ’ની ઓરિજિનાલિટી અને તેની સ્ટોરીટેલિંગનો હંમેશાં પ્રશંસક રહ્યો છું. જ્યારે સોહમએ મને સીક્વલનો વિઝન સમજાવ્યો ત્યારે મને વિચાર ગમ્યો અને હું આ પ્રોજેક્ટ સાથે જોડાયો. સોહમ શાહ અને પેન સ્ટૂડિયો સાથે આટલા મોટા પ્રોજેક્ટ પર કામ કરવું મારા માટે ઉત્સાહજનક છે. હું જે પાત્ર ભજવી રહ્યો છું તેમાં ઘણી લેયર્સ છે અને આ ટીમ સાથે કામ કરવાની મને ખુશી છે.”
શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાની છે. ‘તુમ્બાડ 2’ પહેલેથી જ મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાં ગણાઈ રહી છે. નવાઝુદ્દીનના જોડાવાથી ફિલ્મ માટેનો ઉત્સાહ વધુ વધ્યો છે.
અભિનેતા અને પ્રોડ્યુસર તરીકે સોહમ શાહ ‘તુમ્બાડ’ના યુનિવર્સને આગળ વધારવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) ને કાસ્ટ કરવું તેમના માટે મહત્વનો ક્રિએટિવ નિર્ણય ગણાઈ રહ્યો છે. સોહમ શાહે કહ્યું, “નવાઝ સરને ‘તુમ્બાડ 2’માં લાવવા માટે અમે ખૂબ ખુશ છીએ. તેઓ દરેક પાત્રમાં સચ્ચાઈ લાવે છે. તેઓ જે રોલ ભજવશે તે ફિલ્મના ઈમોશનલ અને સાયકોલોજિકલ પાસાને મજબૂત બનાવશે.”
પ્રોડ્યુસર જયંતીલાલ ગડા (પેન સ્ટૂડિયો)એ જણાવ્યું, “પેન સ્ટૂડિયોમાં અમે હંમેશાં સારો કન્ટેન્ટ આપવાનો પ્રયાસ કરીએ છીએ. ‘તુમ્બાડ 2’ સાથે અમે દર્શકોને વધુ મોટો સિનેમેટિક અનુભવ આપવાનો ઉદ્દેશ રાખ્યો છે. નવાઝુદ્દીન સિદ્દીકી જેવા કલાકારનો જોડાવું અમારા વિઝન સાથે બંધબેસે છે.”
‘તુમ્બાડ 2’ Sohum Shah Filmsના બેનર હેઠળ બની રહી છે અને તેમાં Pen Studiosની ભાગીદારી છે. પેન સ્ટૂડિયોએ પ્રોડક્શન, પ્રેઝન્ટેશન અને ગ્લોબલ ડિસ્ટ્રિબ્યુશનમાં મજબૂત ઓળખ બનાવી છે. તેઓ 3,000થી વધુ ફિલ્મો સાથે જોડાયેલા રહ્યા છે. તેમણે કહાની અને ગંગુબાઈ કાઠિયાવાડી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ઉપરાંત, RRRને પ્રેઝન્ટ કરી હતી અને જવાન, સ્ત્રી 2 અને છાવા જેવી મોટી ફિલ્મોના ડિસ્ટ્રિબ્યુશનમાં પણ તેમની ભૂમિકા રહી છે.