સારી કન્ટેન્ટ સાથે સારા ઍક્ટર્સ અને ડિરેક્ટર્સની જરૂર હોય છે : નવાઝુદ્દીન

15 October, 2021 05:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવાઝુદ્દીનને ‘સિરિયસ મૅન’ માટે ઇન્ટરનૅશનલ એમી અવૉર્ડ્સમાં નૉમિનેશન મળ્યું છે

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકીનું માનવું છે કે કન્ટેન્ટ ગમે એટલી સારી હોય, પરંતુ ડિરેક્ટર્સ અને ઍક્ટર્સનો રોલ જો દમદાર ન હોય તો બધું નકામું છે. સારી કન્ટેન્ટ માટે સારા લોકોનો તાલમેલ પણ હોવો જરૂરી છે. નવાઝુદ્દીનને ‘સિરિયસ મૅન’ માટે ઇન્ટરનૅશનલ એમી અવૉર્ડ્સમાં નૉમિનેશન મળ્યું છે. તેને પૂછવામાં આવ્યું હતું કે તેના મુજબ સૌથી વધુ અગત્યનું શું છે, કન્ટેન્ટ કે પછી એમાં કામ કરતા કલાકારો. એનો જવાબ આપતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘મારા મતે બન્ને અગત્યનાં છે. ઘણીબધી કન્ટેન્ટ બનાવવામાં આવે છે. જોકે એ ત્યાં સુધી સારી નહીં દેખાય જ્યાં સુધી ડિરેક્ટર્સ, ઍક્ટર્સ અને તેમના પર્ફોર્મન્સ એમાં પ્રાણ નહીં પૂરે. જો ઍક્ટર્સ અને ડિરેક્ટર્સ સારા ન હોય તો કન્ટેન્ટ ગમે એટલી સારી હોય પરંતુ એનો કોઈ અર્થ રહેતો નથી. સારી વસ્તુ બનાવવા માટે સારા લોકોની પણ જરૂર પડે છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips nawazuddin siddiqui