વરસાદને લીધે શૂટિંગ અટક્યું નવાઝુદ્દીનનું

20 October, 2021 03:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડાયના પેન્ટી, શ્રેયા ધન્વંતરી અને રોહન મેહરા સોમવારે વહેલા શૂટિંગ કરવાનાં હતાં, પણ વરસાદને કારણે બધું ધોવાઈ ગયું હતું. તેમણે ઘણી રાહ જોઈ હતી, પરંતુ વરસાદ બંધ ન થતાં અંતે શૂટિંગ કૅન્સલ કરવામાં આવ્યું હતું.

નવાઝુદ્દીન સિદ્દિકી

નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ‘અદ્ભુત’નું શૂટિંગ મનાલીમાં વરસાદને કારણે અટકી ગયું છે. ઑક્ટોબરના પહેલા અઠવાડિયામાં ફિલ્મના શૂટિંગ માટે નવાઝુદ્દીન શિમલા ઊપડ્યો હતો. જોકે હવે મનાલીના શેડ્યુલમાં ડિલે થઈ રહ્યું છે. હિમાચલ પ્રદેશમાં એક મહિનાનું શૂટિંગ-શેડ્યુલ રાખવામાં આવ્યું છે. જોકે અણધાર્યા વરસાદને કારણે સોમવારે શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. ડાયના પેન્ટી, શ્રેયા ધન્વંતરી અને રોહન મેહરા સોમવારે વહેલા શૂટિંગ કરવાનાં હતાં, પણ વરસાદને કારણે બધું ધોવાઈ ગયું હતું. તેમણે ઘણી રાહ જોઈ હતી, પરંતુ વરસાદ બંધ ન થતાં અંતે શૂટિંગ કૅન્સલ કરવામાં આવ્યું હતું. ૪૮ કલાકની જોરદાર વરસાદની આગાહીને કારણે બે દિવસ શૂટિંગ કૅન્સલ કરવામાં આવ્યું છે.

bollywood news bollywood bollywood gossips entertainment news nawazuddin siddiqui