05 January, 2026 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘નાયક’માં અનિલ કપૂર
૨૦૦૧માં રિલીઝ થયેલી અનિલ કપૂર, રાની મુખરજી અને અમરીશ પુરીને લીડ રોલમાં ચમકાવતી ‘નાયક’ સુપરહિટ રહી હતી. હવે ફિલ્મ રિલીઝ થયાનાં ૨૫ વર્ષ પછી અનિલ કપૂર એની સીક્વલ બનાવવાના પ્લાનિંગમાં છે, કારણ કે તેણે તાજેતરમાં ફિલ્મના રાઇટ્સ ખરીદી લીધા છે.
આ સીક્વલ વિશે વાત કરતાં અનિલની નજીકની એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘‘નાયક’ અનિલ કપૂરના દિલની ખૂબ નજીક છે તેથી તે એના રાઇટ્સ પોતાની પાસે રાખવા માગે છે. તે આ ફિલ્મની સીક્વલ પણ બનાવવા માગે છે. તેને ખબર છે કે વર્ષોથી આ ફિલ્મને દર્શકો તરફથી કેટલો પ્રેમ મળ્યો છે અને તેનું માનવું છે કે ‘નાયક’ની સીક્વલ બહુ સારી રીતે બનાવી શકાય એમ છે.’
આ પહેલાં પણ ૨૦૧૩માં તેમ જ ૨૦૧૭માં ‘નાયક’ની સીક્વલ બનાવવાનું પ્લાનિંગ ચાલતું હોવાના રિપોર્ટ હતા, પણ પછી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું નહોતું.