✕

નયી નવેલીને સેન્સર-કટ બાદ મળ્યું U/A 16+ સર્ટિફિકેટ

16 October, 2026 10:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેન્સર બોર્ડની પરીક્ષણ સમિતિએ નિર્માતાઓને શરૂઆતમાં આપવામાં આવેલી સૂચના ફરીથી લખવા માટે કહ્યું હતું. આ સૂચનામાં સ્પષ્ટપણે જણાવવાનું કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ સંપૂર્ણપણે કાલ્પનિક વાર્તા પર આધારિત છે અને નિર્માતાઓ તમામ નિયમોનું પાલન કરે છે.

યામી ગૌતમ

યામી ગૌતમ હવે હૉરર-કૉમેડી ફિલ્મ ‘નયી નવેલી’ દ્વારા દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશને આ ફિલ્મને U/A 16+ સર્ટિફિકેટ આપ્યું છે. સેન્સર સર્ટિફિકેટ મળ્યા બાદ જ ફિલ્મની રિલીઝનો માર્ગ ખૂલ્યો છે. સેન્સર બોર્ડે ‘નયી નવેલી’ને રિલીઝ માટે સર્ટિફિકેટ આપી દીધું છે, પરંતુ એ પહેલાં ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવાની ભલામણ પણ કરી હતી. આ પછી ‘નયી નવેલી’નો સમયગાળો ૧૩૮ મિનિટ એટલે કે બે કલાક અને ૧૮ મિનિટનો છે.

સેન્સર બોર્ડની પરીક્ષણ સમિતિએ નિર્માતાઓને શરૂઆતમાં આપવામાં આવેલી સૂચના ફરીથી લખવા માટે કહ્યું હતું. આ સૂચનામાં સ્પષ્ટપણે જણાવવાનું કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ સંપૂર્ણપણે કાલ્પનિક વાર્તા પર આધારિત છે અને નિર્માતાઓ તમામ નિયમોનું પાલન કરે છે. ફિલ્મના ક્લાઇમૅક્સમાં પણ એક દૃશ્યમાં યોગ્ય ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાર્શ્વસંગીતમાં પણ જરૂરી ફેરફારો કરાવવામાં આવ્યા છે.

આ બધા ફેરફારો ઉપરાંત યામી ગૌતમના એક સંવાદ પર પણ સેન્સર બોર્ડે કાતર ચલાવી છે. બોર્ડે આ સંવાદમાં ફેરફાર કરાવ્યો હતો અને જ્યાં-જ્યાં આ સંવાદ આવે છે ત્યાં એને બદલવાની સૂચના આપી હતી. આ રીતે યામી ગૌતમનો ૫૭ સેકન્ડનો સંવાદ સેન્સર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફિલ્મમાં નશીલા પદાર્થો વિરુદ્ધ અસ્વીકૃતિની સૂચના ઉમેરવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ તમામ ફેરફારો કર્યા બાદ સેન્સર બોર્ડે ‘નયી નવેલી’ને રિલીઝ માટે લીલી ઝંડી આપી દીધી છે.

yami gautam upcoming movie central board of film certification cbfc bollywood news bollywood events bollywood entertainment news