જૂઠા કહીં કાને ૪૭ વર્ષ થયાં, નીતુ કપૂરે શૅર કરી પતિ રિશી સાથેની ફિલ્મની મસ્ત તસવીર

01 April, 2026 03:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૭૯ની ૩૦ માર્ચે રિલીઝ થઈ હતી અને એમાં નીતુ-રિશીએ સાથે અભિનય કર્યો હતો. પોતાના પતિ રિશી સાથેની આ ફિલ્મને યાદ કરતાં નીતુએ સોશ્યલ મીડિયા પર ‘જૂઠા કહીં કા’ની એક તસવીર શૅર કરી છે.

જૂઠા કહીં કાને ૪૭ વર્ષ થયાં, નીતુ કપૂરે શૅર કરી પતિ રિશી સાથેની ફિલ્મની મસ્ત તસવીર

નીતુ કપૂર અને રિશી કપૂરની ફિલ્મ ‘જૂઠા કહીં કા’ની રિલીઝને ૪૭ વર્ષ થઈ ગયાં છે. આ ફિલ્મ ૧૯૭૯ની ૩૦ માર્ચે રિલીઝ થઈ હતી અને એમાં નીતુ-રિશીએ સાથે અભિનય કર્યો હતો. પોતાના પતિ રિશી સાથેની આ ફિલ્મને યાદ કરતાં નીતુએ સોશ્યલ મીડિયા પર ‘જૂઠા કહીં કા’ની એક તસવીર શૅર કરી છે. આ તસવીરમાં નીતુ અને રિશી કપૂર સાથે જોવા મળે છે. તસવીર સાથે તેણે કૅપ્શન લખી છે, ‘‘જૂઠા કહીં કા’નાં ૪૭ વર્ષ.’  
આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રિશી કપૂર, નીતુ કપૂર, રાકેશ રોશન અને પ્રેમ ચોપડા જોવા મળે છે.

neetu kapoor rishi kapoor bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news