11 May, 2026 03:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીતુ કપૂર પૌત્રી રાહા સાથે મળીને રમે છે ડ્રેસ-અપ ગેમ
નીતુ કપૂર તાજેતરમાં રિલીઝ થયેલી પોતાની ફિલ્મ ‘દાદી કી શાદી’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મની પ્રમોશનલ ઇવેન્ટમાં નીતુએ પોતાની પૌત્રી રાહા સાથેના પોતાના સંબંધની વાતો કરી છે. રાહા વિશે વાત કરતાં નીતુએ જણાવ્યું હતું કે મારા અને રાહા વચ્ચે મજબૂત સંબંધ છે અને રોજ સવારે રાહા મારી પાસે આવીને પેડિક્યૉર કરવાની રમત રમે છે.
રાહા સાથેની આ ગેમ વિશે વાત કરતાં નીતુએ જણાવ્યું હતું કે ‘રાહા રોજ આવીને કહે છે કે દીદા દીદા, ચાલો પેડિક્યૉર કરીએ. એ પછી હું તેને માટે ગરમ પાણી લાવું છું અને અમે બન્ને એમાં પગ મૂકીએ છીએ. એ પછી રાહા મને આ પેડિક્યૉર માટે નકલી પૈસા પણ આપે છે. એ પછી હું રાહાને મારા ડ્રેસિંગ રૂમમાં લઈ જાઉં છું ત્યારે તે મારા વાળમાં રોલર્સ લગાવે છે અને મેકઅપ કરે છે. આ એક ડ્રેસ-અપ ગેમ છે અને અમે બન્ને સાથે મળીને આ રમત રમીએ છીએ.’