14 April, 2026 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
નીતુ કપૂરે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર પોતાના દિવંગત પતિ રિશી કપૂરને યાદ કરતાં એક ખાસ તસવીર શૅર કરી છે. આ તસવીર સાથે તેણે તેમની સગાઈની ૪૭મી વર્ષગાંઠની યાદગાર ક્ષણોને યાદ કરી છે. આ થ્રોબૅક તસવીર સાથે નીતુએ લખ્યું છે કે આજના જ દિવસે ૧૯૭૯માં અમારી સગાઈ થઈ હતી.