01 July, 2025 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નેહા ધુપિયાએ હાલમાં મુંબઈથી સુરત સુધી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં યાત્રા કરી
નેહા ધુપિયાએ હાલમાં મુંબઈથી સુરત સુધી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં યાત્રા કરી અને આ યાત્રાએ નેહાને તેના બાળપણની યાદ અપાવી દીધી. નેહાએ આ પ્રવાસના અનુભવો વ્લૉગમાં કૅપ્ચર કરીને શૅર કર્યું. આ વ્લૉગમાં વિડિયોમાં નેહા ટ્રેનમાં ચડતી વખતે ઉત્સાહથી ચમકતી જોવા મળે છે અને તે પોતાના બાળપણના દિવસોને યાદ કરતાં કહે છે કે ‘બાળપણમાં હું મારાં મમ્મી-પપ્પા સાથે ટ્રેનમાં મુસાફરી કરતી હતી અને આજે મને બરાબર એવું જ લાગે છે. આ યાત્રાએ ઘણી સુંદર યાદો તાજી કરી દીધી છે. આ સેવા શાનદાર હતી, યાત્રા સરળ હતી અને હું રસ્તામાં કેટલાક પ્રિય લોકોને મળી.’