નેટફ્લિક્સે રિલીઝ કર્યું આલિયા ભટ્ટની `ડાર્લિંગ્સ`નું ટીઝર, જુઓ અહીં

31 July, 2022 09:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

‘ડાર્લિંગ્સ’ એક ડાર્ક કોમેડી ડ્રામા છે, જે માતા-પુત્રીના જીવન સાથે સંબંધિત છે

આલિયા ભટ્ટ. ફાઇલ તસવીર

નેટફ્લિક્સે તેની આગામી ડાર્ક કોમેડી ફિલ્મ `ડાર્લિંગ્સ`નું ટીઝર રિલીઝ કર્યું છે. આલિયા ભટ્ટની આ ફિલ્મ નેટફ્લિક્સ પર 5 ઑગસ્ટે રિલીઝ થશે. આલિયા ભટ્ટ પણ આ ફિલ્મથી નિર્માતા તરીકે ડેબ્યુ કરી રહી છે. ગૌરી ખાન, આલિયા ભટ્ટ અને ગૌરવ વર્મા દ્વારા નિર્મિત `ડાર્લિંગ્સ` નિર્દેશક જસ્મીત કે રેન માટે ફીચર ફિલ્મની શરૂઆત પણ છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ ઉપરાંત શેફાલી શાહ, વિજય વર્મા અને રોશન મેથ્યુ પણ જોવા મળશે.

‘ડાર્લિંગ્સ’ એક ડાર્ક કોમેડી ડ્રામા છે, જે માતા-પુત્રીના જીવન સાથે સંબંધિત છે. આ મા-દીકરીઓ મુંબઈમાં પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને તેમના માર્ગમાં અનેક અવરોધો આવે છે. આ રીતે, બંને અસાધારણ સંજોગોમાં હિંમત અને પ્રેમ મેળવે છે અને તમામ અવરોધો સામે લડે છે.

`ડાર્લિંગ્સ`ની વાર્તા જસ્મીત કે રીન અને પરવેઝ શેખે લખી છે. ફિલ્મનું સંગીત વિશાલ ભારદ્વાજનું છે અને ગીતો ગુલઝારે લખ્યા છે. આ રીતે ફરી એકવાર વિશાલ ભારદ્વાજ અને ગુલઝારની શાનદાર જુગલબંધી સાંભળવા મળશે.

entertainment news bollywood news alia bhatt netflix