30 December, 2025 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ ગ્રોવરનો પર્ફેક્ટ આમિર લુક
કૉમેડિયન અને ઍક્ટર સુનીલ ગ્રોવર પોતાની કૉમેડીની સાથે-સાથે પોતાની શાનદાર મિમિક્રીથી પણ લોકોનું દિલ જીતતો રહે છે. ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં સુનીલ ગ્રોવર અવારનવાર વિવિધ બૉલીવુડ સ્ટાર્સની મિમિક્રી કરતો જોવા મળે છે. હવે સુનીલ ગ્રોવરે શોમાં બૉલીવુડના ‘મિસ્ટર પર્ફેક્શનિસ્ટ’ કહેવાતા આમિર ખાનની એવી મિમિક્રી કરી છે કે તેની ઝલક જોઈને જ ફૅન્સ આશ્ચર્યમાં પડી ગયા છે, કારણ કે સુનીલ ગ્રોવર હૂબહૂ આમિર ખાન જેવો જ દેખાય છે અને બોલવામાં પણ બિલકુલ તેની જેમ જ લાગે છે. આમ સુનીલ ગ્રોવરનો પર્ફેક્ટ આમિર ખાન લુક સોશ્યલ મીડિયામાં છવાઈ ગયો છે.