OTT પર માણો વશ લેવલ 2, પરમ સુંદરી, કુરુક્ષેત્ર પાર્ટ 2 અને મહાભારત : એક ધર્મયુદ્ધ

24 October, 2025 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જુઓ OTT પર આ વિકેન્ડ શું આવશે

ફિલ્મનું પોસ્ટર

વશ લેવલ 2

જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા, મોનલ ગજ્જર અને હિતેનકુમારને મહત્ત્વના રોલમાં ચમકાવતી ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકની ‘વશ લેવલ 2’ ૨૦૨૩માં આવેલી ‘વશ’ની સીક્વલ છે. ‘વશ’ પરથી સુપરહિટ ફિલ્મ ‘શૈતાન’ બનાવવામાં આવી હતી. ‘વશ લેવલ 2’ સાયકોલૉજિકલ થ્રિલર છે અને એ નેટફ્લિક્સ પર આવી ગઈ છે.

પરમ સુંદરી

સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ‌્નવી કપૂરની ફિલ્મ ‘પરમ સુંદરી’ને બૉક્સ-ઑફિસ પર ઠીક રિસ્પૉન્સ મળ્યો હતો. આ ફિલ્મ નૉર્થ અને સાઉથનાં પાત્રો વચ્ચેની રોમૅન્ટિક સ્ટોરી છે. આ ફિલ્મ હળવી કૉમેડી, લવ અને થોડી ભાવનાત્મકતા સાથે દર્શકોનું મનોરંજન કરવાનો પ્રયાસ કરે છે. ‘પરમ સુંદરી’ આજથી પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે.

કુરુક્ષેત્ર પાર્ટ 2

ઍનિમેટેડ સિરીઝ ‘કુરુક્ષેત્ર પાર્ટ 2’ OTT પર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. આ એક ઍનિમેટેડ માઇથોલૉજિકલ સિરીઝ છે જે મહાભારતના ૧૮ દિવસના કુરુક્ષેત્ર યુદ્ધ પર આધારિત છે. આ સિરીઝમાં અમિતાભ બચ્ચને અવાજ આપ્યો છે. આ ઍનિમેટેડ સિરીઝ નેટફ્લિક્સ પર આજે આવી ગઈ છે.

મહાભારત : એક ધર્મયુદ્ધ

‘મહાભારત : એક ધર્મયુદ્ધ’ પહેલી AI પાવર્ડ સિરીઝ છે જે દર્શકોને પરંપરાગત મહાભારતને નવી દૃષ્ટિએ જોવાની તક આપે છે. એ ૨૫ ઑક્ટોબરથી જિયોહૉટસ્ટાર પર જોવા મળશે.

entertainment news bollywood bollywood news vash level 2 netflix prime video hotstar