31 August, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા હસબન્ડ નિક જોનસ સાથે
પ્રિયંકા ચોપડાના પતિ નિકે જોનસે હાલમાં એક ઇન્ટરવ્યુમાં પોતાની બેડરૂમની એક વિચિત્ર આદત વિશે વાત કરીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. નિકે ખુલાસો કર્યો છે કે ‘હું બેડનો ઉપયોગ ફક્ત સૂવા માટે કરું છું. મને લાગે છે કે બેડ ફક્ત સૂવા માટે જ હોય છે. હું બેડ પર બેસતો નથી, કંઈ પણ ખાવાનું પસંદ નથી કરતો, પુસ્તક વાંચતો નથી કે ટીવી જોતો નથી. મને બેડ પર સૂવા સિવાયની બીજી કોઈ ઍક્ટિવિટી પસંદ નથી. જ્યારે પ્રિયંકા બેડમાં ઘૂસીને કંઈક જોવાનું પસંદ કરે ત્યારે હું બાજુમાં બેસવાને બદલે એક ખુરસી ખેંચીને તેની બાજુમાં બેસવાનું વધારે પસંદ કરું છું.’