18 October, 2026 09:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘રામાયણ’ની નવી ઝલક
નિતેશ તિવારીની ‘રામાયણ’ પાંચમી નવેમ્બરે રિલીઝ થવાની તૈયારીમાં છે. આ દરમ્યાન નિર્માતાઓએ ‘રામાયણ’ની નવી ઝલક શૅર કરી છે, જેણે ચાહકોની ઉત્સુકતા વધારી દીધી છે. આ બિહાઇન્ડ ધ સીન વિડિયોમાં સાઈ પલ્લવી માતા સીતાના યોદ્ધા અવતારમાં જોવા મળે છે, જ્યારે યશ રાવણના રૂપમાં શિવતાંડવ કરતો દેખાય છે.
તાજેતરમાં જ ફિલ્મ નિર્માતાઓએ ૬ અલગ-અલગ ભાષાઓમાં ફિલ્મનું બીજું ટ્રેલર ઑનલાઇન રિલીઝ કર્યું હતું. આ ટ્રેલરમાં ભગવાન રામ રાક્ષસોની સેનાનો સંહાર કરતા જોવા મળે છે, જ્યારે રાવણ પોતાનો પ્રચંડ પ્રકોપ બતાવતો નજરે પડે છે. આના એક દિવસ બાદ નિર્માતાઓએ આ નવો વિડિયો રજૂ કર્યો હતો.
આ નવા ફુટેજમાં સાઈ પલ્લવી યોદ્ધાના અવતારમાં રાક્ષસોની સેના સામે લડતી પણ જોવા મળે છે. પ્રોમોમાં ભગવાન રામના રૂપમાં રણબીર કપૂરની પણ ઝલક જોવા મળે છે. તે સૂર્યોદયના સમયે એક પર્વત પર ઊભો હોય છે અને ત્યાર બાદ રાક્ષસોની સેનાનો સંહાર કરતો દેખાય છે. આ પછી વિડિયોમાં રાવણનું દૃશ્ય આવે છે, જેમાં તે ભગવાન શિવની વિશાળ પ્રતિમા સામે તાંડવ કરતા જોવો મળે છે.