23 January, 2026 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન અને ઍક્ટર રાજા બુંદેલાએ ‘મૈં આઝાદ હૂં’ નામની ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. હાલમાં એક પૉડકાસ્ટમાં વાત કરતી વખતે રાજા બુંદેલાએ અમિતાભ બચ્ચનની પર્સનલ લાઇફની અજાણી હકીકત પર પ્રકાશ ફેંક્યો છે.
રાજા બુંદેલા
રાજા બુંદેલાએ અમિતાભ સાથે કામ કરવાનો અનુભવ શૅર કરતાં કહ્યું, ‘જ્યારે અમિતજી સાથે કામ કર્યું ત્યારે તેમના ઘરે જવું પડ્યું. બૉલીવુડના લોકો એકબીજાની બુરાઈ કરે છે, પણ અમિતજી ક્યારેય આવું નહોતા કરતા. અમિતજી બધાને ખૂબ સારી રીતે ટ્રીટ કરતા હતા પણ રાતે આઠ વાગ્યા પછી તેમના ઘરમાં ફિલ્મી દુનિયાના લોકોની એન્ટ્રી થઈ શકતી નહોતી. તેમનું માનવું હતું કે કામ, બિઝનેસ તેમની જગ્યાએ છે અને પરિવાર પોતાની જગ્યાએ છે. અમિતજી કામના સમયને અને પારિવારિક સમયને એકબીજાથી અલગ રાખવામાં માને છે.’