હસબન્ડનો ફોટો ક્લિક કરતાં મને કોઈ ન રોકી શકે : કરીના કપૂર ખાન

03 December, 2022 05:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરીના કપૂર ખાનનું કહેવું છે કે હસબન્ડ સૈફ અલી ખાનનો ફોટો ક્લિક કરતાં તેને કોઈ ન અટકાવી શકે.

હસબન્ડનો ફોટો ક્લિક કરતાં મને કોઈ ન રોકી શકે

કરીના કપૂર ખાનનું કહેવું છે કે હસબન્ડ સૈફ અલી ખાનનો ફોટો ક્લિક કરતાં તેને કોઈ ન અટકાવી શકે. ગઈ કાલે તે બન્નેએ સાઉદી અરબ જવા માટે ફ્લાઇટ પકડી હતી. એ દરમ્યાન કરીના સૈફને પજવી રહી હતી. એ ફોટોને કરીનાએ શૅર કર્યો છે. કરીનાએ જ્યારે સૈફનો ફોટો ક્લિક કર્યો તો તેણે હાથ આગળ રાખી દીધો હતો. એ ફોટો પર સવારના ૭:૧૮નો ટાઇમ દેખાય છે. આ ફોટોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી, ‘અને અફકૉર્સ. હસબન્ડ : તારા ઇન્સ્ટાગ્રામ માટે મારા ફોટો લેવાનું બંધ કર.
હું : હું નહીં બંધ કરું. કોઈ મને ન અટકાવી શકે.’

bollywood news kareena kapoor saif ali khan