‘દંગલ’ના સેટ પર આમિર ખાન નહીં, નિતેશ તિવારી પર્ફેક્શનિસ્ટ હતા : સાન્યા મલ્હોત્રા

19 August, 2021 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમે વર્કશૉપ પણ સાથે કર્યું હતું. ઑડિશન દરમ્યાન અમારી વચ્ચે પણ દંગલ થયું હતું. ઑડિશન માટે બે મહિનાનો સમય હતો અને બન્નેએ સારો સમય પસાર કર્યો હતો.

સાન્યા મલ્હોત્રા

સાન્યા મલ્હોત્રાનું કહેવું છે કે ‘દંગલ’ના સેટ પર આમિર ખાન નહીં, નિતેશ તિવારી પર્ફેક્શનિસ્ટ હતા. સાન્યા હાલમાં ‘ઝી કૉમેડી શો’માં જોવા મળી હતી. આ શોમાં ચિત્રાક્ષીએ ‘દંગલ’ પર એક ઍક્ટ કરી હતી. આ જોઈને સાન્યાએ કહ્યું હતું કે ‘ઘણા ઓછા લોકોને ખબર હશે, પરંતુ મેં અને ચિત્રાક્ષીએ આ ફિલ્મ માટે સાથે ઑડિશન આપ્યું હતું. અમે વર્કશૉપ પણ સાથે કર્યું હતું. ઑડિશન દરમ્યાન અમારી વચ્ચે પણ દંગલ થયું હતું. ઑડિશન માટે બે મહિનાનો સમય હતો અને બન્નેએ સારો સમય પસાર કર્યો હતો.’
આમિર ખાન વિશે વાત કરતાં સાન્યાએ કહ્યું હતું કે ‘આમિર ખાનને લોકો મિસ્ટર પર્ફેક્શનિસ્ટ કહે છે, પરંતુ ‘દંગલ’ના સેટ પર નિતેશ તિવારી મિસ્ટર પર્ફેક્શનિસ્ટ હતા. તેઓ અમારા માટે રિયલ બાપુ હતા. તેઓ અમને સવારે પાંચ વાગ્યે કુસ્તી માટે ઉઠાડતા હતા. અમે ૧૦ મહિના ટ્રેઇનિંગ લીધી હતી અને ત્યાર બાદ અમે શૂટ શરૂ કર્યું હતું.’

bollywood news bollywood bollywood gossips entertainment news sanya malhotra aamir khan