12 January, 2026 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શેર કરાયેલ તસવીર
ક્રિતી સૅનનની બહેન નૂપુર સૅનને શનિવારે તેના બૉયફ્રેન્ડ સ્ટેબિન બેન સાથે ઉદયપુરમાં નજીકના મિત્રો અને સગાંસંબંધીઓની હાજરીમાં ખ્રિસ્તી રીતરિવાજ મુજબ ક્રિશ્ચિયન વેડિંગ કર્યા હતા જેમાં ક્રિતી સૅનનનો બૉયફ્રેન્ડ કબીર સિંહ બહિયા પણ હાજર હતો. નૂપુર અને સ્ટેબિનના વેડિંગની તસવીરો વેડિંગ-પ્લાનરના સોશ્યલ મીડિયા પર તેમના ખ્રિસ્તી લગ્નની અંદરની તસવીરો શૅર કરવામાં આવી છે. લગ્નમાં નૂપુરે સફેદ ગાઉન પહેર્યું હતું, જ્યારે ક્રિતીએ સી-ગ્રીન રંગનો લૉન્ગ ડ્રેસ પહેર્યો હતો અને તે નૂપુરની બ્રાઇડ્સમેડ બની હતી. ક્રિશ્ચિયન વેડિંગ પછી નૂપુર-સ્ટેબિને કૉકટેલ સંગીત-નાઇટ અને કવ્વાલી-નાઇટ રાખી હતી.
નૂપુરનાં લગ્નમાં તેની ફ્રેન્ડ્સ મૌની રૉય અને દિશા પાટની પણ સામેલ હતી. રિપોર્ટ્સ અનુસાર એ પછી હિન્દુ વિધિથી લગ્ન થશે અને ત્યાર બાદ નૂપુર અને સ્ટેબિન મંગળવારે મુંબઈમાં ગ્રૅન્ડ રિસેપ્શન રાખશે.