10 January, 2026 01:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહિદ કપૂરની ઓ રોમિયોની રિલીઝ ૧૩ ફેબ્રુઆરીએ કન્ફર્મ
શાહિદ કપૂરે તેની આગામી ફિલ્મ ‘ઓ રોમિયો’નું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કર્યું છે. આ ફિલ્મ વિશાલ ભારદ્વાજ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ પોસ્ટરમાં શાહિદનો લુક આ ફિલ્મની ઍક્શન-થ્રિલર સ્ટાઇલને અનુરૂપ છે. ફિલ્મમાં શાહિદ સાથે તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં છે; જ્યારે નાના પાટેકર, અવિનાશ તિવારી, તમન્ના ભાટિયા, વિક્રાન્ત મેસી, દિશા પાટની અને ફરીદા જલાલ જેવા કલાકારો પણ મહત્ત્વની ભૂમિકાઓમાં જોવા મળશે.
‘ઓ રોમિયો’ આઝાદી પછીના મુંબઈના અન્ડરવર્લ્ડ પર આધારિત છે અને એમાં રોમૅન્સ, ડ્રામા અને ઍક્શનનું મિશ્રણ છે. શાહિદે આ ફિલ્મનું પોસ્ટર શૅર કરીને જણાવ્યું છે કે આ ફિલ્મ ૧૩ ફેબ્રુઆરીએ વૅલેન્ટાઇન્સ ડેની આસપાસ થિયેટર્સમાં રિલીઝ થશે.