આવી રહી છે ઑફિસ ઑફિસ ચલી મુસદ્દી કી બેટી

30 May, 2026 03:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિરેક્ટર ઉમેશ મેહરા પોતાની નવી સિરિયલ ‘ઑફિસ ઑફિસ ચલી મુસદ્દી કી બેટી’ વિશે કહે છે, ‘લગભગ અઢી વર્ષ પહેલાં અમને દૂરદર્શન તરફથી બોલાવવામાં આવ્યા હતા. તેમણે પૂછ્યું કે તમે અમારા માટે શું કરી શકો? અમે ઘણા આઇડિયાઝ લઈને ગયા હતા.

આવી રહી છે ઑફિસ ઑફિસ ચલી મુસદ્દી કી બેટી

ટીવીની દુનિયામાં બહુ ઓછી એવી સિરિયલ છે જેનાં પાત્રો લોકોની જિંદગીનો ભાગ બની ગયાં હોય. ‘ઑફિસ ઑફિસ’ એવી જ એક લોકપ્રિય સિરિયલ હતી. આ સિરિયલમાં પંકજ કપૂર, મનોજ પાહવા, હેમંત પાંડે, સંજય મિશ્રા અને અન્ય કલાકારો માત્ર કૉમેડી જ નહોતા કરતા, સરકારી સિસ્ટમની હકીકત પણ દર્શાવતા હતા. લગભગ બે દાયકા બાદ હવે આ સિરિયલ નવા અંદાજમાં પરત ફરી રહી છે.
ડિરેક્ટર ઉમેશ મેહરા પોતાની નવી સિરિયલ ‘ઑફિસ ઑફિસ ચલી મુસદ્દી કી બેટી’ વિશે કહે છે, ‘લગભગ અઢી વર્ષ પહેલાં અમને દૂરદર્શન તરફથી બોલાવવામાં આવ્યા હતા. તેમણે પૂછ્યું કે તમે અમારા માટે શું કરી શકો? અમે ઘણા આઇડિયાઝ લઈને ગયા હતા. વાતચીત દરમ્યાન તેમણે પૂછ્યું કે શું તમે ફરી ‘ઑફિસ ઑફિસ’ બનાવી શકો? ત્યારે મેં કહ્યું કે જૂની સિરિયલ ફરી બનાવવી હવે મુશ્કેલ છે, કારણ કે આજે બધા કલાકારો સુપરસ્ટાર બની ગયા છે અને કોઈ 
ટીવી-ચૅનલ તેમને પહેલાંની જેમ અફૉર્ડ કરી શકશે નહીં. માત્ર કલાકારો જ નહીં, સમય પણ બદલાઈ ગયો છે. પહેલાંનો સામાન્ય માણસ સિસ્ટમમાં પીસાઈ જતો હતો અને હારી જતો હતો, પરંતુ આજની જનરેશન એવી નથી. અચાનક મારા મનમાં વિચાર આવ્યો કે ‘ઑફિસ ઑફિસ ચલી મુસદ્દી કી બેટી’ બનાવી શકાય. પહેલાં મુસદ્દીલાલ એક બિચારો સામાન્ય માણસ હતો, જે સિસ્ટમમાં દબાઈ જતો હતો પરંતુ આજની છોકરી અલગ છે. આજની જનરેશન પ્રશ્ન પૂછે છે, લડે છે, વિડિયો બનાવે છે અને સોશ્યલ મીડિયા પર મૂકે છે. આજે જો કોઈનું કામ ન થાય તો તે તરત રીલ બનાવે છે અને સિસ્ટમને જવાબ આપવા મજબૂર કરે છે. અમે એ જ દુનિયાને ઓળખવાનો પ્રયાસ કર્યો છે.’

entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood