હૅપી રક્ષાબંધન, ભાઈ. તું હંમેશાં ભગવાનના ખોળામાં સુરક્ષિત રહેજે

28 August, 2026 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રક્ષાબંધનના અવસરે દિવંગત સુશાંત સિંહ રાજપૂતની બહેને ભાઈ માટે કરી ઇમોશનલ પોસ્ટ

સુશાંત સિંહ રાજપૂત અને શ્વેતા સિંહ કીર્તિ

દિવંગત સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ રક્ષાબંધનના અવસરે પોતાના દિવંગત ભાઈને ઇમોશનલ પોસ્ટ દ્વારા યાદ કર્યો છે. તેણે બાળપણની કેટલીક ખાસ યાદો અને તસવીરો શેર કરીને જૂની યાદોને તાજી કરી અને ભાઈ-બહેન વચ્ચેના ખાસ સંબંધને યાદ કર્યો. સુશાંત સિંહ રાજપૂતનું નિધન ૨૦૨૦ની ૧૪ જૂને ૩૪ વર્ષની ઉંમરે થયું હતું. તે બાંદરા સ્થિત પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અનુસાર ફાંસી લગાવવાને કારણે શ્વાસ રૂંધાવાથી તેનું મૃત્યુ થયું હતું.
શ્વેતાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે... 


આજે પણ મને એ દિવસ યાદ છે જ્યારે તારી સાથે મારાં બધાં રમકડાં શૅર કરીને મને કેટલી અપાર ખુશી થતી હતી. મારી એકમાત્ર ઢીંગલી અને ભેટમાં મળેલો નાનકડો કિચન-સેટ... કોઈ રીતે તને એની સાથે રમતો અને આનંદ માણતો જોવાનું પોતે રમવા કરતાં પણ વધુ આનંદ આપતું હતું. પણ અરે... જ્યારે વાત આપણા બન્નેની પ્રિય મીઠાઈની આવતી ત્યારે આખી વાત જ અલગ બની જતી. હું એ વાતનું ખાસ ધ્યાન રાખતી કે આપણે બરાબર અડધું-અડધું વહેંચીએ. કોઈને વધારે નહીં, કોઈને ઓછું નહીં પણ બધું એકદમ સરખું જ હોવું જોઈએ.
રક્ષાબંધનના આ ફોટોમાં મારો ચહેરો જોજો, જ્યારે હું ભાઈને કલાકંદ ખવડાવી રહી છું. મને યાદ છે કે હું કેટલી ચોકસાઈથી તેને બરાબર અડધો જ ભાગ આપતી હતી. બસ એ હાવભાવ જો હું કેટલી ધ્યાનથી જોઈ રહી છું કે ક્યાંક તે મોટો કોળિયો તો નથી લઈ રહ્યોને. આ એવી યાદો છે જેને હું હંમેશાં મારા હૃદયની સૌથી નજીક સાચવીને રાખીશ. અમૂલ્ય સદાય માટે વહાલી.
અને હા ભાઈ... જો આવતા જન્મમાં મારો જન્મ થાય તો આ વખતે તારે મારી મોટી અને વહાલી બહેન બનવું પડશે અને હું તારા જેવી મીઠડી નાની બાળકી બનીશ. જો મારી જિંદગીની કોઈ એક સૌથી પ્રિય ક્ષણને હું હંમેશાં માટે સ્થિર કરી શકું તો આ જ એ ક્ષણ હશે જ્યારે આપણે બધા અહીં છીએ. હૅપી રક્ષાબંધન, ભાઈ તું હંમેશાં ભગવાનના ખોળામાં સુરક્ષિત રહેજે.

sushant singh rajput raksha bandhan viral post instagram social media social networking site entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood