28 October, 2026 02:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૅરી કૉમ
બૉક્સિંગ ચૅમ્પિયન મૅરી કૉમે ૨૦૧૪માં આવેલી પોતાની બાયોપિક ફિલ્મ ‘મૅરી કૉમ’ મામલે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે. મૅરી કૉમનું માનવું છે કે પ્રિયંકા ચોપડાને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મમાં તેના સંઘર્ષ અને મહેનતની સંપૂર્ણ વાત રજૂ કરવામાં આવી નહોતી. ‘બિગ બૉસ 20’માંથી બહાર આવ્યા બાદ બૉક્સર મૅરી કૉમે પોતાની બાયોપિક અને જીવનના પ્રવાસ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે મારી બાયોપિકની કોઈ સીક્વલ બનાવવી જોઈએ. દરેક વ્યક્તિ મારી વાર્તા જાણે છે. મારી કારકિર્દી અને જીવનના પ્રવાસને ફિલ્મ તથા મારા પુસ્તક ‘અનબ્રેકેબલ’માં દર્શાવવામાં આવ્યો છે. જોકે બાયોપિક વાસ્તવિક નહોતી. મને લાગ્યું કે વાર્તાના કેટલાક ભાગો વાસ્તવિક નહોતા. મારા સંઘર્ષ અને મહેનતનો માત્ર ૧૦ ટકા હિસ્સો જ એમાં દર્શાવવામાં આવ્યો હતો. જો તમે મારું પુસ્તક વાંચશો તો જ મારા સંઘર્ષ અને મહેનત વિશે જાણી શકશો. મારા જીવનમાં આગળ શું થશે એ હું જાણતી નથી, પણ ભવિષ્ય સરળ અને ખુશહાલ રહે એવી મારી ઇચ્છા છે. લોકો જાણવા માગે છે કે મારા જીવનમાં પ્રેમ માટે કોઈ સ્થાન હશે કે નહીં. ભવિષ્યમાં એવું કંઈ થશે તો હું પોતે નિર્ણય લઈશ.’