મહાવતાર નરસિંહાની ૨૦૨૬ના ઑસ્કર અવૉર્ડ માટેની રેસમાં એન્ટ્રી

27 November, 2025 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મ ‘મહાવતાર નરસિંહા’ ૯૮મા ઍકૅડેમી અવૉર્ડ્સ એટલે કે ઑસ્કર અવૉર્ડ 2026 માટે સત્તાવાર રીતે શૉર્ટલિસ્ટ થઈ છે

ફિલ્મનું પોસ્ટર

૨૦૨૫માં રિલીઝ થયેલી ભારતની સૌથી વધારે કમાણી કરનારી સુપરહિટ ઍનિમેટેડ ફિલ્મ ‘મહાવતાર નરસિંહા’ ૯૮મા ઍકૅડેમી અવૉર્ડ્સ એટલે કે ઑસ્કર અવૉર્ડ 2026 માટે સત્તાવાર રીતે શૉર્ટલિસ્ટ થઈ છે. આ લિસ્ટમાં ‘મહાવતાર નરસિંહા’ ઉપરાંત વિશ્વભરની અન્ય ૩૪ ફિલ્મો પણ સામેલ છે. આ લિસ્ટમાં જો ૧૬થી વધુ ફિલ્મો હોય તો એમાંથી માત્ર પાંચ ફિલ્મને જ અંતિમ નૉમિની તરીકે પસંદ કરવામાં આવે છે અને એમાંથી એકને ઑસ્કર અવૉર્ડ મળે છે. જો ‘મહાવતાર નરસિંહા’નું નામ આ ફાઇનલ લિસ્ટમાં આવે છે તો એ ‘બેસ્ટ ઍનિમેટેડ ફીચર’ કૅટેગરીમાં નૉમિનેટ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ બનીને ઇતિહાસ રચશે.

oscars oscar award entertainment news bollywood bollywood news