OTT પર આજથી `દિલ્હી ક્રાઇમ - સીઝન 3`

13 November, 2025 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવતી કાલથી `જૉલી LLB 3`, `નિશાનચી` અને `જુરાસિક વર્લ્ડ : રીબર્થ`નું આગમન

‘દિલ્હી ક્રાઇમ’ની નવી સીઝન આજથી

દિલ્હી ક્રાઇમ સીઝન 3

શેફાલી શાહ ક્રાઇમ ડ્રામા ‘દિલ્હી ક્રાઇમ’ની નવી સીઝનમાં DIG વર્તિકા ચતુર્વેદી તરીકે પરત આવી રહી છે. આ વાર્તા એક અપહરણ થયેલા બાળક અને આંતરરાષ્ટ્રીય માનવતસ્કરીના કેસની આસપાસ ફરે છે. આ સિરીઝ નેટફ્લિક્સ પર આજથી જોઈ શકાય છે.

નિશાનચી

આ એક ક્રાઇમ ડ્રામા છે જેનું ડિરેક્શન અનુરાગ કશ્યપે કર્યું છે. આ ફિલ્મમાં નવોદિત ઐશ્વર્ય ઠાકરે સાથે કુમુદ મિશ્રા, મોહમ્મદ ઝીશાન અયુબ અને વિનીત કુમાર સિંહ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ પ્રાઇમ વિડિયો પર આવતી કાલથી જોઈ શકાશે.

જૉલી LLB 3

‘જૉલી LLB 3’માં અક્ષય કુમાર અને અર્શદ વારસી આમનેસામને જોવા મળશે. ફિલ્મમાં તેમની સાથે સૌરભ શુક્લા, હુમા કુરેશી અને અમૃતા રાવ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મની વાર્તા  મોટા બિઝનેસમૅન દ્વારા ખેડૂતોની જમીન હડપવાના કિસ્સાઓની આસપાસ ફરે છે. આ ફિલ્મ એકસાથે બે OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ અને જિયો-હૉટસ્ટાર પર આવતીકાલથી સ્ટ્રીમ થવાની છે. 

જુરાસિક વર્લ્ડ : રીબર્થ (હિન્દી)

‘જુરાસિક વર્લ્ડ : રીબર્થ’ જુરાસિક વર્લ્ડની દુનિયાની એક ઇન્ડિપેન્ડન્ટ સીક્વલ છે. આ ફિલ્મ ડાયનસૉરની કથાને નવા રોમાંચ અને ખતરાઓ સાથે આગળ ધપાવે છે. આ ફિલ્મને જિયો-હૉટસ્ટાર પર આવતી કાલથી માણી શકાશે.

entertainment news bollywood bollywood news upcoming movie netflix prime video hotstar