આ અઠવાડિયે OTT પર માણો આ શો અને ફિલ્મ્સ

17 December, 2025 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

OTT પર માણો થામા, એક દીવાને કી દીવાનિયત, મિસિસ દેશપાંડે, રાત અકેલી હૈ : ધ બંસલ મર્ડર્સ અને ફોર મોર શૉટ્સ પ્લીઝ!ની સીઝન ૪

`થામા`નું પોસ્ટર

થામા

આયુષ્માન ખુરાના, રશ્મિકા મંદાના, નવાઝુદ્દીન સિદ્દીકી અને પરેશ રાવલને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ હૉરર કૉમેડી ફિલ્મ છે. આ ફિલ્મ ગઈ કાલથી નેટફ્લિક્સ પર આવી ગઈ છે.

એક દીવાને કી દીવાનિયત

હર્ષવર્ધન રાણે અને સોનમ બાજવાને લીડ રોલમાં ચમકાવતી આ રોમૅન્ટિક ફિલ્મ એક પ્રેમીના ઑબ્સેશનની આસપાસ આકાર લે છે. આ ફિલ્મ ગઈ કાલથી નેટફ્લિક્સ પર આવી ગઈ છે.

મિસિસ દેશપાંડે

માધુરી દીક્ષિતને લીડ રોલમાં ચમકાવતી આ ક્રાઇમ થ્રિલર સિરીઝમાં માધુરી સિરિયલ કિલરની ભૂમિકામાં છે. આ સિરીઝ એક ફ્રેન્ચ સિરીઝનું અડેપ્ટેશન છે. ‘મિસિસ દેશપાંડે’ ૧૯ ડિસેમ્બરથી જિઓ હૉટસ્ટાર પર સ્ટ્રીમ થશે.

રાત અકેલી હૈ : ધ બંસલ મર્ડર્સ

નવાઝુદ્દીન સિદ્દીકી અને રાધિકા આપ્ટેને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મ ક્રાઇમ થ્રિલર છે. આ ફિલ્મ ૨૦૨૦ની ‘રાત અકેલી હૈ’ની સીક્વલ છે જેમાં નવાઝુદ્દીન ફરી ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં બંસલ મૅન્શનમાં થયેલા મર્ડરની તપાસ કરે છે. આ ફિલ્મ ૧૯ ડિસેમ્બરથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.

ફોર મોર શૉટ્સ પ્લીઝ!

આ પૉપ્યુલર સિરીઝ ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ!’ની ચોથી અને અંતિમ સીઝન છે. એમાં ચાર મિત્રોની ફ્રેન્ડશિપ અને લાઇફ-સ્ટોરી દેખાડવામાં આવી છે. આ સિરીઝ ૧૯ ડિસેમ્બરથી પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે.

entertainment news bollywood bollywood news netflix hotstar prime video