21 November, 2025 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનું પોસ્ટર
હોમબાઉન્ડ
પ્રતિષ્ઠિત ઑસ્કર અવૉર્ડ્સમાં ભારત તરફથી ઑફિશ્યલ એન્ટ્રી બની ચૂકેલી ફિલ્મ ‘હોમબાઉન્ડ’ મિત્રો વચ્ચેની દિલને સ્પર્શી જાય એવી વાર્તા પર આધારિત છે. ફિલ્મમાં ઈશાન ખટ્ટર, વિશાલ જેઠવા અને જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
ધ બેન્ગૉલ ફાઇલ્સ
‘ધ બેન્ગૉલ ફાઇલ્સ’માં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી જેવાં સ્ટાર્સ કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ ૧૯૪૬ના ‘ડાયરેક્ટ ઍક્શન ડે’ની આસપાસ આકાર લે છે. ‘ધ બેન્ગૉલ ફાઇલ્સ’ આજથી ઝીફાઇવ પર સ્ટ્રીમ થશે.
ધ ફૅમિલી મૅન - સીઝન 3
આજથી મનોજ બાજપાઈ સ્ટારર ‘ધ ફૅમિલી મૅન’ની ત્રીજી સીઝન સ્ટ્રીમ થશે. આ સીઝનમાં શ્રીકાંત તિવારી એટલે કે મનોજ બાજપાઈ એક મોટા મિશન પર છે, પરંતુ આ વખતે તેણે પોતાના જ દેશના ઇન્ટેલિજન્સ યુનિટ અને બે નવા દુશ્મનોનો સામનો કરવો પડશે. આ સીઝન આજથી પ્રાઇમ વિડિયો પર ઉપલબ્ધ થશે.
ઝિદ્દી ઇશ્ક
અદિતિ પોહણકર, સુમિત વ્યાસ અને પરમબ્રત ચૅટરજી અભિનીત આ સિરીઝ એક ઇન્ટેન્સ રોમૅન્ટિક લવ-સ્ટોરી છે. આ સિરીઝની વાર્તા એક યુવતી (અદિતિ પોહણકર) વિશે છે જેને તેના ટીચર પર ક્રશ થઈ જાય છે. આ સિરીઝ જિયો હૉટસ્ટાર પર આજથી સ્ટ્રીમ થશે.
ડાઇનિંગ વિથ ધ કપૂર્સ
કપૂર-પરિવારની એક ડૉક્યુ-સિરીઝ આજથી રિલીઝ થવાની છે. દર્શકો કપૂર-પરિવાર વિશેના અનેક અજાણ્યા અને રસપ્રદ કિસ્સાને આ ડૉક્યુ-સિરીઝના માધ્યમથી જાણી શકશે. આ સિરીઝમાં ડાઇનિંગ ટેબલ પરની વાતો, ગપસપ, ખાવા-પીવાની પસંદગી અને અન્ય અનેક રસપ્રદ બાબતો જોવા મળશે. આ ડૉક્યુ-સિરીઝ આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.