26 January, 2026 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધર્મેન્દ્ર અને હેમા માલિનીની ફાઇલ તસવીર
કેન્દ્ર સરકારે ગઈ કાલે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ જાહેરાત મુજબ આ વર્ષે ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. પદ્મ પુરસ્કાર મેળવનારા કલાકારોમાં દિવંગત અભિનેતા સતીશ શાહનું નામ પણ સામેલ છે. તેમને પણ પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવશે. કેન્દ્ર સરકારની આ જાહેરાત બાદ ધર્મેન્દ્રનાં બીજાં પત્ની અને ઍક્ટ્રેસ હેમા માલિનીએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.
હેમા માલિનીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં દિવંગત અભિનેતા ધર્મેન્દ્રની તસવીર શૅર કરીને કહ્યું હતું કે સરકારે ધરમજીના ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આપેલા અપાર યોગદાનને ઓળખીને તેમને પ્રતિષ્ઠિત પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા એ બાબતે મને ખૂબ ગર્વ છે.’