✕

પલક તિવારીએ ઘરમાં જ પરિવાર અને મિત્રો સાથે સેલિબ્રેટ કરી ૨૬મી વર્ષગાંઠ

11 October, 2026 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પલક તિવારીએ ૮ ઑક્ટોબરે પોતાની ૨૬મી વર્ષગાંઠ ઉજવી હતી. પલકે આ ખાસ દિવસની ઉજવણી એકદમ અનોખા અંદાજમાં કરી હતી

પલક તિવારી

પલક તિવારીએ ૮ ઑક્ટોબરે પોતાની ૨૬મી વર્ષગાંઠ ઉજવી હતી. પલકે આ ખાસ દિવસની ઉજવણી એકદમ અનોખા અંદાજમાં કરી હતી. તેણે સોશ્યલ મીડિયામાં જન્મદિવસની તસવીરો પણ શૅર કરી છે. પલકે તેની વર્ષગાંઠના સેલિબ્રેશનની અનેક તસવીરો ચાહકો સાથે શૅર કરી છે. આ તસવીરોમાં પલક મિની ડ્રેસમાં જોવા મળે છે. તેની આસપાસ સાદી છતાં આકર્ષક સજાવટ કરવામાં આવી હતી. કેટલીક તસવીરોમાં પલક ફુગ્ગાઓ સાથે પોઝ આપતી જોવા મળે છે, તો કેટલીક તસવીરોમાં તે સુંદર સજાવટ વચ્ચે જોવા મળે છે. તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે જન્મદિવસની ઉજવણી ઘરમાં જ સાદગીભર્યા અંદાજમાં કરવામાં આવી હતી. આ તસવીરોમાં ફુગ્ગાઓથી સજાવેલી દીવાલ, ગુલાબનાં ફૂલોથી હૃદયના આકારમાં બનાવેલું મોટું દિલ અને જન્મદિવસની ઉજવણી માટે સજાવેલું ઘર ખૂબ જ સુંદર દેખાય છે.

bollywood buzz bollywood news bollywood entertainment news palak tiwari happy birthday