03 December, 2025 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોમવારે રણબીર ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ઑફિસ ગયો હતો
રણબીર કપૂર હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’ને લઈને સતત ચર્ચામાં છે. સોમવારે રણબીર આ ફિલ્મ વિશે ચર્ચા કરવા ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ઑફિસ ગયો હતો. ત્યાં રણબીરની ટીમ અને ફોટોગ્રાફર્સ વચ્ચે ભારે દલીલબાજી થઈ હતી, કારણ કે રણબીરને ક્લિક કરવા માટે આવેલા ફોટોગ્રાફર્સ ડિરેક્ટરની ઑફિસની બહાર રણબીરની ટીમના વર્તનથી ગુસ્સે થઈ ગયા હતા. આ દલીલબાજીનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
રણબીર કપૂર જ્યારે સંજય લીલા ભણસાલીની ઑફિસ પહોંચ્યો ત્યારે તેની સિક્યૉરિટી-ટીમે ફોટોગ્રાફર્સને ખસેડીને દરવાજો બંધ કરી દીધો હતો. આ અપમાનજનક વર્તનથી ફોટોગ્રાફર્સ ગુસ્સે થઈ ગયા અને કહ્યું, ‘અરે ભાઈ, અમને બોલાવવામાં આવ્યા છે. શું કરી રહ્યા છો? અરે મેસેજ છે અમારા બધા પાસે, આવું વર્તન શા માટે કરી રહ્યા છો?’
જોકે થોડા સમય પછી રણબીર બહાર આવ્યો અને ફોટોગ્રાફર્સ પાસે તસવીરો ક્લિક કરાવી હતી.